________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૪ : દીધી, રાજા શ્રેણિકના દ્વારા મુનિરાજના ગળામાં મરેલો સર્પ નાખવાથી મુનિરાજને લાખો લાલકીડીઓ કરડી, શ્રીપાલને કુષ્ઠ રોગે ઘેર્યો, પાર્શ્વનાથ ભગવાનને કમઠકૃત ઉપસર્ગને સહન કરવો પડ્યો, આદિનાથ ભગવાનને છ મહિના સુધી રોજ આહારની ચર્યા પર નિકળવા છતાં આહાર ન મળ્યો, મહાસતી સીતાને બે બે વાર વનવાસના દુઃખ ઉઠાવવા પડ્યા, રામ પણ ૧૪ સુધી વન-વન એકલા ફર્યા, પ્રદ્યુમનકુમાર ને ઘણાં સંકટોનો સામનો કરવો પડ્યો, જીવન્ધર અને તેના માતા – પિતા રાણી વિજયાં ને સત્યન્જરને મરણાન્તક કષ્ટ સહવા પડ્યા, મહાસતી મનોરમા ને મજૂરી કરવી પડી, સુદર્શન શેઠને સૂળી પર ચડવું પડ્યું, સેંકડો મુનિઓને ઘાણીમાં પીલાવું પડ્યું, અકંપનાચાર્ય વગેરે ૭00 મુનિઓને બલિ વગેરે મંત્રિયો – કૃત ઉપસર્ગ સહન કરવા પડયા, છેવટે આવું કેમ થયું?
ધ્યાન છે કે આ બધા પંચ નમસ્કાર મંત્રના આરાધક તો હતા જ, એમાંથી ઘણાખરા તદ્ભવ મોક્ષગામી અને ભાવલિંગી સંત પણ હતા. અને આદિનાથ તેમ જ પાર્શ્વનાથ સાક્ષાત્ તીર્થકર ભગવાનની ભૂમિકામાં હતાં, તો પણ એમના ઉપર ઉપસર્ગ થયા.
આ બધા ઉદાહરણોના સંદર્ભમાં ણમોકાર મંત્રની મહિમા વાચક આ કથન ઉપર પ્રશ્ન ચિન્હ નથી લાગતો ?
આવી ટીકા-ટિપ્પણી કરવાવાળાઓને ણમોકાર મંત્રની મહિમા વાચક રજૂ કરેલ કથન ઉપર ઉંડાણથી વિચાર કરવો જોઇએ. શું એમાં એમ કહેવામાં આવ્યું છે કે ણમોકાર મંત્ર બોલવાથી સંયોગોમાં ફેરફાર થાય છે, પ્રતિકૂળ પ્રસંગોનો અભાવ થાય છે? લૌકિક સુખ સુવિધાઓ મળી જાય છે? સિંહ-સર્પશિયાળ ભાગી જાય છે? વિરોધી પોતાનો વેર ભાવ ભૂલી જાય છે? એવું તો કાંઇ પણ નથી કહેવાયું, પણ એ કહેવાયું કે બધાં પાપોનો નાશ થઇ જા છે. તો શું ણમોકાર મંત્રનો જાપ, સ્મરણ અથવા ધ્યાન કરતાં કોઇના મનમાં હિંસા, જુઠ, ચોરી, કુશીલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com