________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૫ :
વગેરેના પાપ પરિણામ રહી શકે છે? શું તે સમયે તેના મનમાં તીવ્ર ક્રોધમાન-માયા-લોભ, મોહ – રાગ- ઢષના ભાવ રહી શકે છે?
પાપ તો હિંસાદિ જ છે અને પાપ ભાવ ક્રોધાદિ છે આ બધાની તીવ્રતાનો અભાવ જ બધા પાપોનો નાશ છે.
ણમોકાર મંત્રના પાઠના કાળમાં ન તો મનમાં હિંસાદિ પાપ ભાવ રહે છે, ન તો વાણીથી વ્યક્ત થાય છે અને ન તો કાયાથી પણ હિંસા વગેરે પાપ થાય છે. એટલે ણમોકાર મંત્રથી મન-વચન-કાયકૃત બધા પાપોનો નાશ થવો – આ કથન પૂર્ણ રીતે સાચું જ છે.
સોલહ કારણ ભાવનાની પૂજામાં પણ આ જ ભાવ વ્યક્ત કર્યો છે“જો અરહંત ભગતિ મન આર્ન, સો જન વિષય કષાય ન જાનૈ.
જેના હૃદયમાં અરહંત ભગવાનની ભક્તિ વસે છે, એને વિષય – કષાયની ઉત્પત્તિ જ નથી થતી.”
ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે છેદમસ્થ (ક્ષયોપશમ જ્ઞાનિઓ) નો ઉપયોગ કે ધ્યાન એક સમયમાં એક વિષય ઉપર જ રહે છે. આ કારણે જ્યાં સુધી તેનું ધ્યાન ણમોકાર મંત્ર ઉપર રહેશે, ત્યાં સુધી બીજા ઈન્દ્રિય વિષયોમાં અથવા પાપભાવોમાં ઉપયોગ જશે જ નહિં. એટલે પાપભાવોની ઉત્પત્તિ જ નહીં થશે. આ બધું પાપોના નાશનું સ્વરૂપ છે.
બીજી વાત એ છે કે જે વ્યક્તિ ણમોકાર મંત્રના માધ્યમથી પંચપરમેષ્ઠીના સ્વરૂપને બરાબર જાણીને તેનું સ્મરણ કરે છે, ભક્તિ કરે છે, બહુમાન કરે છે, એ જરૂર જ તેના દ્વારા બતાવેલ મુક્તિના માર્ગ ઉપર અવશ્ય ચાલશે. જયારે એ તેમના બતાવેલ મુક્તિના માર્ગ ઉપર સ્વયં ચાલશે ત્યારે પોતે પણ પંચ પરમેષ્ઠી પદમાં સામેલ થઇ જશે. એવી સ્થિતિમાં એ પૂર્વકૃત પાપોથી બાંધેલા કર્મોની નિર્જરા પણ કરશે. આ અપેક્ષાને ધ્યાનમાં રાખીને ણમોકાર મંત્રના જાપ ને સર્વ પાપોનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com