________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૨ : છે કે જેથી કોઇપણ જીવને જરાપણ વિપ્ન ઉત્પન્ન ન થાય. મુનિની આ પ્રમાદ-વગરની ક્રિયાને આદાન નિક્ષેપણ સમિતિ કહે છે.
સાધુ એવી જગ્યા ઉપર મલ-મૂત્ર અને કફ વગેરે ક્ષેપણ કરે છે, જે જંતુ રહિત હોય, અચિત હોય, એકાંત હોય, નગરથી દૂર નિર્જન હોય, પરના (બીજાના) અવરોધથી રહિત હોય અને જ્યાં દર કે છેદ ન હોય, એમની આ ક્રિયાને પ્રતિષ્ઠાપના સમિતિ કહે છે.
આ સંદર્ભમાં કવિવર પંડિત દોલતરામજીના નીચે મુજબ કથન વર્ણવેલ છે:
“પરમાદ તજિ ચૌકર મહી લખિ, સમિતિ ઇર્યા તે ચલે, જગ સુહિતકર સબ અહિતહર, શ્રુતિ સુખદ સબ સંશય હરે, ભ્રમરોગહર જિનકે વચન મુખચંદ તેં અમૃત ઝરે. છયાલીસ દોષ બિના સુકુલ, શ્રાવક તનૈ ઘર અશન કો, લે તપ બઢાવન હેતુ, નહિં તન પોષતે તજિ રસન કો. શુચિ જ્ઞાન સંયમ ઉપકરણ લખિકે ગહૈ લેખિકે ઘરે, નિર્જન્તુ થાન વિલોકિ, તન-મલ-મૂત્ર-શ્લેષમ પરિહરે”
(છ ઢાળા છન્દ ૨, ૩) પંચેન્દ્રિયજય :- રસ, રૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ શુભ અસુહાવને, વિનમેં ન રાગ-વિરોધ પંચન્દ્રિય જયન દદ પાવને”
(છ ઢાળા છન્દ ૪) સ્પર્શન વગેરે પંચેન્દ્રિયનાં ઇટાનિષ્ટ વિષયોમાં રાગ-દ્વેષ વગરના થઇ જવું એ પંચેન્દ્રિયજય અથવા પંચેન્દ્રિય નિરોધ કહેવાય છે.
મુનિરાજ પોતાની રુચિ અનુકૂળ-સરસ લાગવાવાળા સ્પર્શન, રસના ઘાણ, ચા અને કર્મેન્દ્રિયના વિષયોમાં અનુરાગ નથી કરતાં, ખુશ નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com