________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૬ :
ઉપાધ્યાય ૫૨મેષ્ઠી
ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ નિરુપણ કરતાં આચાર્ય કુન્દ કુન્દ કહે
છે કે...
66
૨યણત્તય સંજુતા જિણકિય પયત્થ દેસયા સૂરા,
ણિખભાવ સહિયા ઉવજજાયા એરિસા હોતિ.
(નિયમસાર ગાથા ૭૪)
જે રત્નત્રયથી સંયુક્ત છે, જિનકથિત બૃહ્દ શૂરવીર ઉપદેશક છે અને નિઃકાક્ષભાવ સહિત છે, એને ઉપાધ્યાય કહે છે.”
ઉપાધ્યાયનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં બૃહદ દ્રવ્ય સંગ્રહના ટીકાકાર બ્રહ્મદેવ લખે છે :
“ જે બાહ્ય અને અત્યંતર રતન્ત્રયના આચરણ સહિત છે અને જિનેન્દ્ર કથિત છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં નિજ શુદ્ધાત્મ દ્રવ્ય, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધાત્મ તત્ત્વ અને નિજ શુદ્ધાત્મ પદાર્થ જ ઉપાદેય છે અને બીજા બધા હોય છે--જે આ જિનવાણીના સારભૂત પદાર્થોનો અને ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મોનો ઉપદેશ આપે છે. એ ઉપાધ્યાય છે.”
(બૃહદ દ્રવ્ય સંગ્રહ) પં. ટોડરમલજીના શબ્દોમાં ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ આ પ્રકાર છે:
“વળી જે પુરુષ ઘણા જૈન શાસ્ત્રોનો જ્ઞાતા થઇને સંઘમાં પઠન પાઠનનો અધિકારી બન્યો હોય, સમસ્ત શાસ્ત્રના પ્રયોજન ભૂત અર્થને જાણી એકાગ્ર થઇને જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે, ઘણું કરીને તેમાંજ લીન રહે છે, પરંતુ કદાચિત કષાય અંશના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે વા અન્ય ધર્મ બુદ્ધિવાનને ભણાવે છે. એ ઉપાધ્યાય છે તે મુખ્યતઃ દ્વાદશાંગના અભ્યાસી છે.”
(મોક્ષમાર્ગ પ્રકાશક પાના નં.૪) Please inform us of any errors on rajesh@AtmaDharma.com