________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૭ :
ઉપાધ્યાય પરમેષ્ઠીના ર૫ મૂળગુણ હોય છે તે આ પ્રકારે છે :અગિયાર અંગ :“પ્રથમહિ આચારાંગ ગનિ, દુજે, સૂત્ર કૃતાંગ, ઠાણ અંગ તીજો સુભગ, ચોથો સમવાયાંગ, વ્યાખ્યા પપ્પતિ પાંચવો, જ્ઞાતૃકથા પટ જાન, મુનિ ઉપાસકાધ્યયન હૈ, અન્તઃકૃત દશ ઠાન. અનુત્તરણ ઉત્પાદ દશ, સૂત્રવિપાક પિછાન,
બહુરિ પ્રશ્ન વ્યાકરણ જૂત, ગ્યારહ અંગ પ્રમાન. (૧) આચારાંગ, (૨) સૂત્ર કૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગ (૬) જ્ઞાતૃકથાગ (૭) ઉપાસકાધ્યયનાંગ, (૮) અન્તઃકૃત દશાંગ, (૯) અનુત્તરોત્પાદક દશાંગ, (૧૦) પ્રશ્ન વ્યાકરણાંગ, (૧૧) વિપાકસૂત્રાંગ – આ અગિયાર અંગ છે. ચૌદ પૂર્વ
ઉત્પાદપૂર્વ અગ્રાયણી, તીજો વીરજવાદ, અસ્તિનાસ્તિ પ્રવાદ પૂનિ, પંચમ જ્ઞાન પ્રવાદ. છઠ્ઠો કર્મ પ્રવાદ હૈ, સતપ્રવાદ પહચાન, અષ્ટ આત્મપ્રવાદ પુનિ, નવમો પ્રત્યાખ્યાન. વિધાનુવાદ પૂરવ દશમ, પૂર્વ કલ્યાણ મહંત,
પ્રાણવાદ કિરિયા બહુલ, લોક બિન્દુ હૈ અન્ત. (૧) ઉત્પાદ પૂર્વ (૨) અગ્રાયણી પૂર્વ (૩) વીર્યાનુવાદ પૂર્વ (૪) અસ્તિ નાસિત પ્રવાદ પૂર્વ (૫) જ્ઞાન પ્રવાદ પૂર્વ (૬) કર્મપ્રવાદ પૂર્વ (૭) સત્યપ્રવાદ પૂર્વ, (૮) આત્મપ્રવાદ પૂર્વ (૯) પ્રત્યાખ્યાન પૂર્વ (૧૦) વિદ્યાનુવાદ પૂર્વ (૧૧) કલ્યાણવાદ પૂર્વ, (૧૨) પ્રાણાનુવાદ પૂર્વ (૧૩) કિયાવિશાલપૂર્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com