________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૦ :
જીવોની વિરાધના ન થવી, દ્રવ્ય અહિંસા છે. આ બે પ્રકારની અહિંસા જ સાધુ પરમેષ્ઠીના અહિંસા મહાવ્રત નામનો પ્રથમ મૂળગુણ છે.
આ જ પ્રમાણે સત્યાદિ મહાવ્રતો વગેરેના સંબંધમાં સમજવું જોઇએ.
મિથ્યાત્વ તેમજ અનંતાનુંબધી આદિ ત્રણ પ્રકારની ચારે કષાયોના અભાવપૂર્વક સાચું બોલવાનું પરિણામ તેમ જ સાચું બોલવું અને સ્થૂળ – સૂક્ષ્મ કોઇ પણ પ્રકારે જુઠું ન બોલવું તે સત્ય મહાવ્રત છે.
ઉપર મુજબ મિથ્યાત્વ તેમજ કષાયોના અભાવપૂર્વક સ્થૂળ તેમજ સૂક્ષ્મ કોઇ પણ પ્રકારની ચોરીના પરિણામ અને ચોરી ન કરવી તે અચોર્ય મહાવ્રત છે. આ મહાવ્રતના ધારી મુનિરાજ વગર આપે કોઇ વસ્તુને ગ્રહણ કરવાની વાત તો ઘણી દૂર, પણ પાણી અને માટી પણ આપ્યા વગર ગ્રહણ નથી કરતાં.
પ્રત્યેક અન્તર્મુહર્તમાં થવાવાળી આત્મરમણતાપૂર્વક, સ્વસ્ત્રી તેમ જ ૫૨સ્ત્રી આદિના સેવનનો મન-વચન-કાયાથી પૂર્ણતઃ ત્યાગ કરવો જ બ્રહ્મચર્ય મહાવ્રત છે.
સાધુ પરમેષ્ઠી સંયમના ઉપકરણ પીંછી, શુદ્ધિનું ઉપકરણ કમંડળ અને જ્ઞાનનું ઉપકરણ (સાધન ) શાસ્ત્રને છોડી બીજા કોઇ પણ પ્રકારના વસ્ત્રાદિ વગેરે પરિગ્રહ પોતાની પાસે નથી રાખતા.
66
આ સંદર્ભમાં કવિવર દૌલતરામજીનાં નીચે મુજબ કથન વર્ણવેલ છેઃ
પટકાય જીવ ન હનત તૈ, સબ વિધ દરબ હિંસા ટી, રાગાદિ ભાવ નિવારતેં, હિંસા ન ભાવિત અવતરી, જિનકે ન લેશ મૃષા ન જલ, ભૃણ હૂ બિના દીયો ગહૈ, અદશ સહસ વિધ શીલ ધર, ચિદ્ બ્રહ્મમેં નિત રમિ રહૈ, અન્તર ચતુદર્શ ભેદ બાહિર, સંગ દસધાતૈ ટલૈં.’
,,
(છઢાળા; છઠ્ઠી ઢાળ, છન્દ ૧, ૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com