________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૯ :
“સાધુ પરમેષ્ઠી” સાચા સાધુ પરમેષ્ઠીનાં સ્વરૂપનું વર્ણન કરતાં આચાર્ય સમન્ત ભદ્ર સ્વામી લખે છે :
“વિષયાશાવશાતીતો નિરારમ્ભોડપરિગ્રહ,
જ્ઞાનધ્યાન તપોરક્તસ્તપસ્વી સ પ્રશસ્યતે.” “જેઓના વિષયોની ઇચ્છા મૂળથી જ સમાપ્ત થઈ ગઈ છે, જેઓ હિંસોત્પાદક આરંભ અને પરિગ્રહ થી સર્વથા દૂર રહે છે અને ધ્યાન તેમજ તપમાં લીન રહેતાં નિરન્તર નિજ સ્વભાવને સાધે છે એ સાધુ પરમેષ્ઠી છે.”
(રત્નકરષ્ઠ શ્રાવકાચાર શ્લોક ૧૦) સાધુ પરમેષ્ઠીના ૨૮ મૂળગુણ હોય છે, તે આ પ્રકારે છે –
પંચ મહાવ્રત પંચ સમિતિ, પંચ ઇન્દ્રિય, રોધ;
પટ આવશ્યક નિયમ ગુણ, અષ્ટવિશંતિ બોધ. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય વિજય, છ આવશ્યક અને સાત શેષ ગુણ – આ બધાં મળીને સાધુ પરમેષ્ઠીના (૨૮) મૂળગુણ હોય છે. સાધુ આનું નિરતિચાર પાલન કરે છે. પાંચ મહાવ્રતઃ હિંસા અમૃત તસ્કરી, અબ્રહ્મ પરિગ્રહ પાપ;
મન-વચનૂતન સે ત્યાગ કરી, પંચ મહાવ્રત થાય. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન-માયા-લોભ-કષાયોના અભાવપૂર્વક મન- વચન- કાયથી હિંસાદિ પાંચે પાપોનો સર્વથા ત્યાગ- પંચમહાવ્રત છે.
મિથ્યાત્વ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ રૂપ મોહ - રાગ - દ્વેષના અભાવથી ઉત્પન્ન વીતરાગ પરિણતિ મહાવ્રતિ મુનિરાજોની ભાવ-અહિંસા છે અને તે પ્રમાણે ત્ર-સ્થાવર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com