________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૨ : એક ભગવાન મહાવીરની હજારો મૂર્તિઓ છે એ બધી જ મૂર્તિઓના માધ્યમથી આપણે મહાવીરની પૂજા કરીએ છીએ. જુદા જુદા મંદિરોમાં જુદી જુદી મૂર્તિઓનાં માધ્યમથી પૂજવામાં આવતા મહાવીર ભગવાન જુદા જુદા નહિં પણ એક જ છે. ભગવાન મહાવીર તેમની વીતરાગતા સર્વજ્ઞતા અને હિતોપદેશીપણાના કારણે પૂજ્ય છે કોઇ લૌકિક ચમત્કારો તથા સંતાન, ધન વગેરે આપવાના કારણે નહિં. જે મહાન આત્મા પોતે જ ધન આદિ તથા ઘરબાર છોડીને આત્મસાધનમાં મગ્ન થયા હોય તેમની પાસેથી જ ધન આદિની ઇચ્છા કરવી કેટલી હાસ્યાસ્પદ છે તેમને ભોગાદિ (સામગ્રી) આપવાવાળા કહેવા તે તેમની મૂર્તિને ખંડિત કરવા જેવું છે.
સત્ય તો એ છે કે વીતરાગી ભગવાન પ્રસન્ન થઇને કોઇને કાંઈ આપતા નથી તેમ જ અપ્રસન્ન થઇ કોઇનું નુકસાન પણ નથી કરતાં છતાં પણ જો ભોળા જીવોની કલ્પના અનુસાર તેમને સુખ દુઃખ દેનાર માની પણ લઈએ તોપણ અમુક મૂર્તિનાં માધ્યમથી જ કાંઇ આપશે, બીજી મૂર્તિના માધ્યમથી નહિ. તે કેવી રીતે સંભવે? વળી જો એમ કહેવામાં આવે કે તેઓ તો કાંઇ આપતા જ નથી, પરંતુ તેમના ઉપાસકને સ્વાભાવિક પુણ્યબંધ થાય છે, તો શું અમુક મૂર્તિની પૂજા કરવાથી અથવા અમુક મંદરમાં ઘી વગેરેનાં દીવા કરવાથી જ પુણ્ય બંધાશે. બીજા મંદિરોમાં કે બીજી મૂર્તિઓ સમક્ષ નહિ.
ભોળા ભક્તોએ પોતાની કલ્પના અનુસાર તીર્થકર ભગવંતોમાં પણ ભેદભાવ ઊભા કર્યા છે. તેઓની માન્યતા મુજબ પાર્શ્વનાથ રક્ષા કરે છે, તો શાન્તીનાથ શાન્તિ. તે જ પ્રમાણે શીતલનાથ શીતળા ને મટાડવાવાળા અને સિદ્ધ ભગવાન કોઢ (કૃષ્ટ) મટાડનાર કહેવામાં આવે છે. ખરેખર ભગવાન તો બધા જ વીતરાગી સર્વજ્ઞ એક જ પ્રકારની શક્તિ (અનંતવીર્ય) નાં ધણી છે. તેમના કાર્યોમાં આવા ભેદ કેવી રીતે સંભવે ? એક તો ભગવાન કાંઇ જ કરતા નથી અને જો કરે તો શું શાન્તીનાથ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com