________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧ :
સાચા દેવ એટલે કે આપ્તની પરિભાષામાં સમાએલ ત્રણે વિશેષણોને સાચા અર્થમાં જાણવા માટે તેઓનું સ્વરૂપ જાણવું જરૂરી છે.
પહેલું વિશેષણ વીતરાગ છે. જે રાગ-દ્વેષ-મોહ, જન્મ-મરણ, ભૂખ-તરસ વગેરે અઢાર દોષોથી રહિત છે. તેને વીતરાગ કહે છે. ૨)
વીતરાગી પરમાત્માનો ઉપાસક જ વીતરાગતાનો ઉપાસક હોય છે. લૌકિક સુખ (ભોગ-સામગ્રી) ની ઇચ્છાથી પરમાત્માની ઉપાસના કરવા વાળી વ્યક્તિ વીતરાગી સર્વજ્ઞ ભગવાનનો ઉપાસક ન હોઇ શકે ખરેખર તે ભગવાનનો ઉપાસક ન હોઇ ભોગોનો ઉપાસક જ છે.
વીતરાગી ભગવાનનું સાચું સ્વરૂપ નહિં સમજવાના કારણે આરાધના (ઉપાસના) માં અનેક વિકૃતિઓ આવવી સંભવ છે. અને તે જ કારણ છે કે આજે આપણે દેવ - મૂર્તિઓમાં વીતરાગતા ન જોતાં ચમત્કાર જોવા લાગ્યા છીએ. અને “ચમત્કાર ને નમસ્કાર” ની કહેવત પ્રમાણે જે મૂર્તિ અને મંદિર સાથે ચમત્કારીક કથાઓ જોડાએલી હોય છે. એવા મંદિરોમાં વિશેષ કરીને તે મૂર્તિઓ સમક્ષ કહેવાતા ભક્તોની ભીડ વધુમાં વધુ જોવા મળે છે. જેની સાથે લૌકિક સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિની કલ્પનાઓ સંકળાયેલી છે ત્યાં તો ઊભા રહેવાની જગ્યા પણ નથી મળતી અને તે સિવાયના મંદિરો ખંડેર થવા લાગ્યા છે. ત્યાંની મૂર્તિઓની ધૂળ સાફ કરવા પણ કોઇ દેખાતું નથી. (૧) જન્મ જરા તિરષા સુધા, વિસ્મય આરત ખેદ,
રોગ શોક મદ મોહ ભય, નિદ્રા ચિન્તા સ્વેદ, રાગ દ્વેષ અરુ મરણ જુત યહ અષ્ટાદસ દોષ,
નાહિં હોત અરહંત કે, સો છવિ લાયક મોષ | (૨) ક્ષુત્પિપાસાજરાતંક જન્માન્તકભયસ્મયા , ન રાગ દ્વેષ મોહાશ્ચ યસ્યાપ્તઃ સ પ્રક્રિીત્યંત.
રત્નકર૭ શ્રાવકાચાર, શ્લોક-૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com