________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૦:
પંડિત ટોડરમલજીનાં આ કથનમાં અરહંત પરમેષ્ઠીનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. એક સામાન્ય ગૃહસ્થ ગૃહસ્થપણું ત્યાગી, મુનિધર્મ ધારણ કરી, નિજ ભગવાન આત્માની ધ્યાન રૂપ “ઉત્કૃષ્ટ આરાધના કરી ચાર ઘાતિયા કર્મોનો નાશ કરતાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ રૂપ પરિણમીને અરહંત બને છે. આ પ્રકારે અરહંત બનવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તેમાં અનંતજ્ઞાનાદિ રૂપ અનંત ચતુષ્ટયનાં સ્વરૂપને પણ સમજાવવામાં આવ્યું છે કે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય દ્વારા સંપૂર્ણ જગતને જાણે છે, દેખે છે, અનંત સુખનો ઉપભોગ કરે છે, જાણવા દેખવા તથા ઉપભોગ કરવા આદિ શક્તિથી સંપન્ન હોય છે.
આ ઉપરાંત અરહંત અવસ્થા વખતે અનુકૂળ સંયોગોના હોવાપણાનું જ્ઞાન પણ કરાવ્યું છે.
અરહંત પદનું સ્વરૂપ જાણવા માટે આચાર્ય સમન્તભદ્રનું નીચે મુજબનું કથન પણ મનન યોગ્ય છે:
“આપ્ટેનોચ્છિન્ન દોષણ સર્વશેનાગમ શિના
ભવિતવ્ય નિયોગેન નાન્યથા હ્યાપ્તતા ભવેત” નાપા જેઓ વીતરાગી, સર્વજ્ઞ તેમજ હિતોપદેશી હોય તેને આપ્ત કહે છે. આ ત્રણ ગુણો વગર કોઇને પણ આપ્તપણું સંભવતું નથી.
અરહંત ભગવાન પોતાની આ વીતરાગતા, સર્વજ્ઞતા તેમજ હિતોપદેશપણાના કારણે જ પૂજય છે, આરાધ્ય છે. દરેક આત્માર્થીઓ માટે આરાધના કરવા યોગ્ય છે. તેથી જ અહીં અરહંત ભગવાનની ઉપર મુજબની ત્રણે વિશેષતાઓ ઉપર વધુ સ્પષ્ટતા અપેક્ષિત છે.
આના સંદર્ભમાં ડો. હુકમચંદ ભારિલ્લ દ્વારા લખેલ “તીર્થંકર મહાવીર અને તેમનું સર્વોદય તીર્થ ” માં આવેલ નીચે મુજબનું કથન પણ જાણવા જેવું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com