________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૪: ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વ પાપનું સંક્રમણાદિ થઈ જાય છે, માટે ત્યાં અનષ્ટિ નાશ ને ઇષ્ટ પ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરહંતાદિની ભક્તિ કહીએ છીએ; પણ જે જીવ પહેલાથી જે સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ અભિપ્રાય રહ્યો; કાંક્ષા, વિચિકિત્સારૂપ ભાવ થતાં એ વડે પૂર્વપાપનું સંક્રમણાદિ કેવી રીતે થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહિં.
સાચા દેવનું બીજું વિશેષણ સર્વજ્ઞ છે. અલોકાકાશ સહિત ત્રણ લોક અને ત્રણ કાળના સમસ્ત પદાર્થોને એના ગુણ-પર્યાય સાથે એક જ, સમયમાં પૂર્ણ રૂપે જાણે છે તેને સર્વજ્ઞ કહે છે.
“સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલમ્ય,” તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય ૧, સૂત્ર ૨૯
લોકમાં બધા મળીને અનંત દ્રવ્ય છે, પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણ છે, અને પ્રત્યેક ગુણની ત્રિકાળવર્તી અનન્તાન્ત પર્યાયો હોય છે. એ સમસ્ત દ્રવ્યો, પર્યાયોને ગુણોને સર્વજ્ઞ ભગવાન એક સમયમાં ઈન્દ્રિયોની સહાયતા વગર પરિપૂર્ણ રૂપે જાણે છે. સમસ્ત જગતમાં જે કાંઇ થઇ ગયું છે. થાય છે, અને ભવિષ્યમાં જે કાંઇ થવાનું છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં બધુ વર્તમાનમાં સ્પષ્ટ જણાય છે.
“જે બધાને જાણે તે જ સર્વજ્ઞ’–સામાન્ય રીતે આ કથન સ્વીકાર કરવાં છતાં પણ સર્વજ્ઞત્વના પ્રતિ સાચું શ્રદ્ધાન-જ્ઞાન ન હોવાને કારણે એમના સમક્ષ આ વાત આવે છે કે –
“જો જો દેખી વીતરાગને, સો-સો હોસી વિરા રે,
અનહોની કબહું નહિં હોતી, કાહે હોત અધીરા રે.” વીતરાગી સર્વજ્ઞ દેવે ભવિષ્યનાં સંબંધમાં જે જે જોયું જાણું છે, એ જ થશે વિપરીત કાંઇ નથી થવાનું, એટલે અધીરા થવાની કોઇ આવશ્યકતા
નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com