________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates : ૪૫ :
આ પ્રકારે બધાં સાધુઓના (૨૮) મૂળગુણ હોય છે મુનિરાજ તેનું નિરતિચાર પાલન કરે છે.
66
,,
“ણમો લોએ સવ્વ સાહૂણં ” માં આજ સાધુઓને નમન કરવામાં આવે છે. જયારે આપણે “ણમો લોએ સવ્વ સાહૂણં વાક્ય બોલીએ ત્યારે સાચા સાધુનું સ્વરૂપ આપણના માનસ પર ઉ૫૨ અંકિત થતું ભાસિત થવું જોઇએ.
એવા મુનિધર્મના ધારક આચાર્ય, ઉપાધ્યાય અને સામાન્ય સાધુ મુખ્ય રૂપથી તો આત્મસ્વરૂપને જ સાધે છે અને બાહ્યમાં (૨૮) મુળગુણોનું અખંડિત પાલન કરે છે. બધા આરંભ અને અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે, હંમેશા જ્ઞાન-ધ્યાનમાં લવલીન રહે છે, સાંસારિક પ્રપંચોથી હંમેશા દૂર રહે છે. આચાર્ય અને ઉપાધ્યાય તો મુનિસંઘની વ્યવસ્થાના અંર્તગત પ્રશાસનિક તેમજ શૈક્ષણિક પદ છે. જે સાધુ પોતાના મૂળ પ્રયોજનને સાધતા તેના યોગ્ય થાય છે, તેઓને આ પદ પ્રાપ્ત થાય છે. છેલ્લે સમાધિના હેતુથી આચાર્ય ઉપાધ્યાય પણ પોતાના યોગ્ય શિષ્યોને પોતાનું પદ આપને, પોતે એ પદોથી નિવૃત્ત થઇ નિજ સ્વભાવની સાધનામાં લાગી જાય છે.
66
ણમો લોએ સવ્વ સાહૂણ માં સ્મરણ
,,
આવા સાધુ પરમેષ્ઠીને જ
અને નમન કરેલ છે બીજા કોઇને નહિં.
આમ આપણે જોઇએ છીએ કે ણમોકારમંત્રમાં પંચપરમેષ્ઠીઓને નમન કરવામાં આવ્યા છે અને તેમનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે. વીતરાગ-વિજ્ઞાનમય પંચપરમેષ્ઠીઓના સ્વરૂપને સમજીને, એમનું સ્મરણ કરતાં ણમોકારમંત્રનો પાઠ કરવો જ ણમોકારમંત્રનું સ્મરણ છે અને આ પ્રકારના સ્મરણથી જીવ પાપભાવો અને પાપકર્મોથી બચી શકે છે.
સર્વે સાધુઓને નમસ્કાર હો:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com