________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* અનેક બ્રાન્ત ધારણાઓને સમાપ્ત કરવાનાં સાર્મથ્યવાળું આ લઘુકાય પ્રકાશન દરેક જૈનો માટે વાંચવા યોગ્ય છે. એમાં દર્શાવેલ મંગળ, ઉત્તમ તથા શરણની વ્યાખ્યા અત્યન્ત ઉપયોગી છે. વળી સાદિ – અનાદિની અપેક્ષાઓને તર્ક પૂવર્ક સમજાવ્યાં છે. સ્વયં શંકાઓ ઉઠાવીને તેનું સમાધાન કરવાની પદ્ધતિનો ઘણો પ્રયોગ કર્યો છે. આ પુસ્તક દરેક વ્યક્તિનાં હાથમાં પહોંચે એવી મારી ભાવના છે.
- બ્ર. યશપાલ જૈન, એમ. એ. * કૃતિમાં ણમોકાર મ7 ઉપર દરેક દ્રષ્ટિએ પૂરી મહેનત તથા આગમ સમ્મત સર્વાગ વિવેચન પ્રસ્તુત કર્યું છે. ખરેખર આજના યુગમાં જયારે ણમોકાર મન્ત્ર જેવા લોકોત્તર મંત્રનો ઉપયોગ કેવળ ભૌતિક રહ્યો છે ત્યારે આવા પ્રકાશનની અત્યંત આવશ્યકતા હતી. આશા છે કે લૌકીક ઇચ્છા માટે સમાજમાં થઇ રહેલા ણમોકાર મંત્રના દુરપયોગને આ પ્રકાશનથી સાચી દિશા મળશે.
- શ્રી બાબુ જુગલકિશોર “યુગલ” કોટા. * સરળ તથા સુબોધ ભાષામાં લખાયેલું આ પુસ્તક ખરેખર સુંદર લાગ્યું.
- ડો. પન્નાલાલ સાહિત્યાચાર્ય, સાગર. * પ્રાથમિક અભ્યાસિઓ માટે આ પુસ્તક ઉપાદેય છે.
- ડો. દરબારીલાલ કોઠિયા, બીના. * ણમોકાર મન્ત્ર સાથે જોડાયેલી અનેક ભ્રાન્ત ધારણાઓનું સમાધાન કરવાવાળી તથા ણમોકાર મ7માં દર્શાવેલ પંચ-પરમેષ્ઠીઓનાં સ્વરૂપ વિશે સાચો (સમ્યક) પ્રકાશ ફેલાવનારી આ પુસ્તીકા ઘરે- ઘરે પહોંચાડવી જોઈએ. જેના કારણે દરેક વ્યક્તિ ણમોકાર મ7નાં સાચા મહિમાથી પરિચિત થાય. મુમુક્ષુ મહાનુભાવોની વિશેષ જવાબદારી છે કે આ પ્રકાશન ઘરે-ઘરે પહોંચાડે.
- ડો. હુકમચન્દ્ર ભારિલ્લ સમ્પાદક- વીતરાગ વિજ્ઞાન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com