________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મુનિરાજો, વિદ્વાનો તથા પાલીક તેમજ માસીક પત્રિકાઓની
દ્રષ્ટિમાં આ પ્રકાશન
* પંડિત રતનચન્દ ભારિલ્લ દ્વારા લખાયેલ આ પુસ્તક આગમ સમ્મત છે. અનેક ભ્રાન્તિઓનાં નિરાકરણમાં પણ આ પુસ્તક ઉપયોગી છે. દરેકે “ણમોકાર મહામંત્ર” પુસ્તકનો સ્વાધ્યાય અવશ્ય કરવો જોઇએ.
- આચાર્ય શ્રી શાંતિસાગર મહારાજ. * “ણમોકાર મંત્ર” નાં વિવિધ પાસાઓ ઉપર ખુલાશા વાળું આ પુસ્તક ઘણું જ ઉપયોગી પ્રકાશન છે. લૌકીક કામના તથા જન્ન-મન્ત્રતન્ન પર અંધ શ્રદ્ધા રાખવાવાળાઓને દિશા દેખાડવા માટે આ પુસ્તક ઘરે પહોચાડવું જોઇએ.
- ઉપાધ્યાય મુનિ ચન્દ્રસાગર મહારાજ. * “ણમોકાર મહામંત્ર” પુસ્તક હૃદયનાં દ્વાર ખોલવા વાળું પ્રકાશન છે. સમસ્ત જૈન સમાજનો દરેક બાળક સુદ્ધાં અવશ્ય વાંચે.
- મુનિશ્રી સૂર્ય સાગર મહારાજ. * પંડિત શ્રી રતનચન્દ ભારિલ્લજીએ “મોકાર મહામન્ન” નું સાંગોપાંગ વર્ણન આ પુસ્તકમાં કર્યું છે. લૌકીક વાંછાથી પંચ પરમેષ્ઠીના જાપ તથા પૂજન કરવા તથા અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરવાવાળાઓને ઇચ્છા (વાંછા) રહિત જાપ તથા પૂજન કેમ કરવા જોઇએ? આ વિષય વસ્તુ પણ યોગ્ય પ્રકારે સમજાવ્યું છે. મુખ્ય પૃષ્ઠ પર ઓકાર માં પંચ પરમેષ્ઠીનું ચિત્ર આકર્ષણ પેદા કરે છે. આ પ્રકાશન ઘણું ઉત્તમ છે.
- બ્ર. પંડિત જગમોહનલાલ શાસ્ત્રી, કટની.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com