________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પંડિત રતનચન્દ ભારિલ્લ દ્વારા રચિત “ણમોકાર મંત્ર” પુસ્તક વાચ્યું. પંચ-પરમેષ્ઠી પર આવું જ્ઞાન વર્ધક પુસ્તક પ્રકાશન કરવા બદલ હાર્દિક વધાઇ.
- અક્ષયકુમાર જૈન, મુ. પૂ. સમ્પાદક, નવભારત ટાઇમ્સ, દિલ્હી.
* ણમોકાર મહામંત્ર વાસ્તવમાં યથાર્થ મંત્ર છે. પંડિત રતનચંદ ભારિલ્લજીએ સંક્ષિપ્ત તથા સ્મરણીય વિવેચન કરીને આ પ્રકાશનને લોકોપયોગી બનાવ્યું છે એમાં કોઈ સંદેહ નથી.
- ડો. દેવેન્દ્રકુમાર શાસ્ત્રી, નીમચ. * પંડિત રતનચન્દ ભારિલ્લ કૃત “ણમોકાર મન્ત્ર' પુસ્તક સારું છે. સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલી હોવાથી લોકોપયોગી છે.
- ડો. જ્યોતિ પ્રસાદ જૈન, લખનૌ. * જિનધર્મમાં આત્મિક ગુણોની વંદનાનું વિધાન છે. આવા આત્મિક ગુણોનું ગુણધામ પંચપરમેષ્ઠિ છે. આ ગુણોના ચિંતન માટે જ મંત્ર બન્યો. જેનું આદિ રૂપ પ્રાકૃત ભાષામાં વિદ્યમાન છે. આનું જ સંક્ષિપ્ત રૂપ “38” શબ્દમાં વ્યાપ્ત છે. વિદ્વાન લેખક શ્રી ભારિલ્લજીએ આ તાત્ત્વિક વાતોનું આ ગ્રંથમાં સુંદર વિશ્લેષણ કર્યું છે.
- ડો. મહેન્દ્ર સાગર પ્રચન્ડિયા, અલીગઢ. * પુસ્તક આધોપાત્ત વાંચી પ્રસન્નતા થઇ, આરાધ્યની ઓળખાણ આરાધના માટે આવશ્યક છે. જન સાધારણ માટે આ પુસ્તકનું પ્રકાશન સમયને અનુકૂળ છે. લેખકે સરળ સુબોધ ભાષામાં, હિત - મિત પ્રિય વાણીમાં પુસ્તકને સુંદર સ્વરૂપ આપ્યું છે. સમાજ જરૂરથી આનું સ્વાગત કરશે એવો મારો વિશ્વાસ છે.
- ડો કસ્તુરચન્દ સુમન, શ્રી મહાવીરજી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com