________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નમોકાર મહામંત્ર પંચ પરમેષ્ઠીનો વાચક તથા પ્રતિપાદક છે એટલે કે જયારે આત્મામાં જવાનું તથા સ્થિર રહેવાનું સંભવ થતું નથી અને વિષય – કષાયમાં જોડાવું અત્યંત કષ્ટદાયક અનુભવાય છે ત્યારે તેમનાથી બચવા માટે એકમાત્ર પંચ પરમેષ્ઠી તથા નમોકાર મંત્ર જ શરણ છે. પાપોનો પુંજ પંચેન્દ્રિયો ના વિષયોથી બચવા માટે તથા રત્નત્રયની વૃદ્ધિ માટે, જ્ઞાની પણ નમોકાર મંત્ર દ્વારા પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરે છે.
આચાર્ય કુંદકુંદ દેવે પણ “પ્રવચનસાર” માં એજ કહ્યું છે કે “જો જાણદિ અરહંત, દધ્વન્તગુણત્તપન્જય તેહિં
સો જાણદિ અપાણે, મોહો ખલુ-જાદિ તસ્ય લય.” ૮૦.
જે પુરુષ અરહંત ભગવાનને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે તથા ઓળખે છે; તે પોતાના સ્વરૂપને જાણે છે નિશ્ચયથી તેના મોહ કર્મનો નાશ થાય છે.
એટલે જ આપણે આપણા મોહાલ્પકારનો અભાવ કરી સમ્યકજ્ઞાન સૂર્ય પ્રગટ કરવો હોય તો પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. તેને જાણ્યા-ઓળખ્યા વગર આત્માની ઉપલબ્ધિ સંભવ નથી.
તેથી જ જિનવાણીમાં દરેક ઠેકાણે નમોકાર મંત્રના જાપ કરવાની પ્રેરણા આપી છે. પરંતુ નમોકાર મંત્ર જપવાનો અર્થ એ નથી કે જેટલું જલ્દીથી બને તેમ માળા પુરી કરી લો અને જાપ થઇ ગયા. જો સમય ના હોય તો ભલે નવ વાર જ જાપ કરો, પરંતુ મંત્ર બોલતી વખતે એક એક પરમેષ્ઠીના સ્વરૂપનો વિચાર કરતાં જાપ કરવો. પ્રયત્ન એ કરવો કે આપણો ઉપયોગ પંચ પરમેષ્ઠિના સ્વરૂપથી હટીને વિષય કષાયમાં ન જ જાય. અને જો ત્યાંથી ખસે તો આત્મસન્મુખ જ જાય.
પ્રસ્તુત કૃતિમાં જુદા જુદા આચાર્યો તથા વિદ્વાન મહાનુભાવોના વિચારોની સહાયતા લઇને અત્યન્ત સરળ ભાષામાં પંચ પરમેષ્ઠીઓના
સ્વરૂપ વગેરેનું વિસ્તૃત રૂપથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. આશા છે કે વાચક લાભાન્વિત થશે.
૫. રતનચન્દ ભારિલ્લા Please inform us of any errors on rajesh@AtmaDharma.com