________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૧:
કાલરૂપી સિંહે જીવરૂપી મૃગને આ સંસાર રૂપી વનમાં ઘેરી લીધો છે. આ જીવરૂપી મૃગને કાલરૂપી સિંહથી બચાવનાર કોઇ નથી આ વાત બરાબર સમજી લેવી જોઇએ. જયારે કાલરૂપી લુટેરો કાયારૂપી નગરી લૂટે છે, ત્યારે કોઇનો વશ નથી ચાલતો, મંત્ર-તંત્ર બધું એમ જ પડી રહે છે, સેના ઉભી જોતી જાય છે અને રાજપાટ તેમ જ ધન-સમ્પતિ બધુ લુંટાઇ જાય છે.
જુઓ! ચક્રરત્ન અને બલદેવ જેવા ભાઈ પણ કામ ન આવ્યા અને શ્રીકૃષ્ણની કાયા માત્ર એક તીર લાગવાથી નાશ થઇ ગઈ. એટલે આ જગતમાં એક દેવ-ગુરુ અને ધર્મ જ પરમ શરણ છે, અન્ય કોઇ નહિં. શરણની ખોજમાં આ જીવે સંપૂર્ણ આયુષ્ય ભૂલથી ભટકતાં વ્યર્થમાં ગુમાવી દીધું છે.”
છેલ્લે ડો. ભારિલ્લની અત્યંત ભાવવાહી નીચે મુજબની કડીઓ પણ આ સંદર્ભમાં લખેલ છે:
“જિન્દગી ઇક પલ કભી કોઇ બઢા નહીં પાયગા, રસ રસાયન સુત સુભટ કોઇ બચા નહીં પાયગા. સત્યાર્થ હૈ બસ બાત યહ કુછ ભી કહો વ્યવહાર મેં, જીવન-મરણ અશરણ શરણ કોઇ નહીં સંસાર મેં, નિજ આત્મા નિશ્ચય-શરણ વ્યવહાર સે પરમાત્મા જો ખોજતા પર કી શરણ વહુ આત્મા બહિરાત્મા.
(બાર ભાવના ડો. હુકમચંદ ભારિલ્લ) આ જીવન જ્યાં સુધી છે, ત્યાં સુધી જ છે, તેની એક ક્ષણ પણ કોઇ વધારી નથી શકતું, જયારે મૃત્યુ આવશે ત્યારે રસ-રસયાન નહીં બચાવી શકે. અને ન પુત્ર, ન સુભટ અથવા ન તો સુભટ સુત (પુત્ર). વ્યવહારથી કાંઇ પણ કહો, પણ સત્ય વાત તો એ છે કે જીવન – મરણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com