________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૪ :
સિદ્ધના આઠ ગુણ કહેલ છે, જે આ પ્રકારે છે :
સમકિત દર્શન જ્ઞાન, અગુરુલઘુ અવગાહના,
સૂક્ષ્મ વીરજવાન નિરાબાધ ગુણ સિદ્ધકે. (૧) ક્ષાયિક સમ્યકત્વ, (૨) અનંત દર્શન, (૩) અનંત જ્ઞાન, (૪) અગુરુલઘુત્વ, (૫) અવગાહનત્વ, (૬) સૂક્ષ્મત (૭) અનંત વીર્ય અને (૮) અવ્યાબાધ આ સિધ્ધના આઠ મૂળ ગુણ હોય છે.
અહીં ધ્યાન દેવા યોગ્ય વિશેષ વાત એ છે કે જ્યાં અહિત પરમેષ્ઠીનાં સ્વરૂપનું વર્ણન કરતાં તેમની સર્વજ્ઞતા અને વીતરાગતા ઉપર ભાર મૂકવામાં આવેલ છે, ત્યાં સિદ્ધપરમેષ્ઠીના સ્વરૂપના નિરૂપણમાં સ્વભાવોપલબ્ધિથી ઉત્પન્ન તેઓનાં અતીન્દ્રિય આનંદ અને નિરાકુળ સુખ ઉપર બળ આપેલ છે.
કવિવર પંડિત દોલતરામજી એ કહુઢાળામાં પણ નિકલ પરમાત્મા અર્થાત્ સિદ્ધ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતાં લખ્યું છે કે -
“જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહેતા તે હૈ નિકલ અમલ પરમાતમ ભોગે શર્મ અનંન્તા.
(છહ ઢાળા, ત્રીજી ઢાળ, છન્દ- ૬) જ્ઞાન માત્ર જેઓનું શરીર છે અને જેઓ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ રૂપ મેલથી રહિત અતિ નિર્મળ અને મહાન સિદ્ધ પરમેષ્ઠી છે, તે અનંત કાળ સુધી અપરિમિત-અસીમ-અનંત સુખ ભોગવે છે.”
આવા સિદ્ધ પરમેષ્ઠીની જે કોઇ આરાધના કરે છે, એ પણ ટૂંક સમયમાં સિદ્ધ પદ પ્રાપ્ત કરે છે, કેમ કે સિદ્ધોનું ધ્યાન ભવ્ય જીવોને સ્વયં સિદ્ધ બનવામાં સાધન છે. તથા સિદ્ધ ભગવાન પોતાના શુદ્ધ સ્વભાવને દર્શાવવા માટે સ્વચ્છ પ્રતિબિંબ સમાન છે. તેથી દરેક સાધક જીવોએ સિદ્ધની આરાધના અવશ્ય કરવી જોઇએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com