________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૫ :
આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - ત્રણે સાધુઓના પ્રકારે છે. આજ કારણ છે કે “ચત્તારિ મંગલમ વગેરે પાઠમાં આચાર્ય તેમ જ ઉપાધ્યાયને પૃથકથી વર્ણવ્યા નથી. એમને “સાહૂ” શબ્દમાં ગર્ભિત કરેલ છે.
મૂળ આઠ આ પ્રકારે છે. -
“અરહંતા મંગલમ્ સિદ્ધા મંગલમ્ સાહૂ મંગલમ કેવલિપસત્તા ધમ્મો મંગલમ્' .
તેથી સર્વ પ્રથમ જેમાં આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ – બધાં ગર્ભિત છે, એવાં સાધુઓના સામાન્ય સ્વરૂપ ઉપર વિચાર કરીએ છીએ.
સામાન્ય સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપઃ “દસણણણ સમગ્ગ મગ્ગ મોકખસ્સ જા હું ચારિત્ત; સાધયદિ સિચ્ચસુદ્ધ સાહૂ સ મુણી ણમો તસ્સ.
(બૃહદ દ્રવ્યસંગ્રહ ગાથા ૧૪) જેઓ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી પરિપૂર્ણ, મોક્ષમાર્ગ સ્વરૂપ રાગાદિ રહિત શુદ્ધ ચારિત્રને હંમેશા સાધે છે, તેવા મુનિ સાધુ છે. એમને અમારા નમસ્કાર હો.”
.ટોડરમલજીના અનુસાર સામાન્ય સાધુનું સ્વરૂપ. આ પ્રકારે છે
જે વીરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, પરદ્રવ્ય વા તેના સ્વાભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરાં, પરંતુ ઇષ્ટઅનિષ્ટ માની તેમાં રાગદ્વેષ કરતા નથી, શરીરની અનેક અવસ્થા થાય છે- બાહ્ય અનેક પ્રકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com