________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૮ :
ણમોકાર મંત્ર :- અનાદિ કે સાદિ
ઐસો અણાઇ કાલો, અણાઇ જીવો અણાઇ જિણધમ્મો,
તઇયા વિ તે પઢતા એસચ્ચિય જિણ ણમુકકારો ।।૧૬।। સિદ્ધાંતાચાર્ય પં. કૈલાશચંદ શાસ્ત્રીએ આ ગાથા “ લઘુનવકાર નામના ગ્રંથમાંથી લીધેલ છે. આમાં કહેવામાં આવ્યું છે કે -કાલ અનાદિ છે, જીવ અનાદિ છે, જિનધર્મ પણ અનાદિ છે, ત્યારથી જ એ બધા આ ણમોકાર મંત્રને બોલતા આવી રહ્યાં છે. એટલે આ મહામંત્ર પણ અનાદિ છે.
એક હિન્દી કવિએ પણ કહ્યું છે કે :
“ આગે ચોબીસી હુઇ અનન્તી, હોસી બાર અનંત.,
ણમોકા૨ તણી કોઇ આદિ ન જાને, ઇમ ભાખે અરહંત.
અરહંત ભગવાને કહ્યું છે કે ભૂતકાળમાં અનંત ચૌવીસી થઇ ગઇ છે, ભવિષ્યમાં પણ અનંત થશે, પણ ણમોકા૨ મંત્રની આદિને કોઇએ જાણી નથી એટલે આ મંત્ર અનાદિ છે.
,,
22
ખરેખર વાત એમ છે કે આ મહામંત્રમાં જે પંચપરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવ્યા છે, સ્મરણ કરવામાં આવ્યા છે. એ પંચપરમેષ્ઠી અનાદિ કાળથી થતાં આવ્યા છે અને તેઓને સ્મરણ કરવાવાળા, નમસ્કાર કરવાવાળા ભક્તજન પણ અનાદિથી થતા આવ્યા છે, એટલે ભાવાપેક્ષા આ ણમોકાર મહામંત્ર અનાદિ જ છે.
વર્તમાનમાં પ્રાકૃતભાષામાં ગાથાબદ્ધ જે ણમોકાર મંત્ર પ્રાપ્ત થાય છે, એની ગાથારૂપ રચના લગભગ બે હજાર વર્ષ પહેલા ધરસેન આચાર્યના પટ્ટશિષ્ટ આચાર્ય પુષ્પદંતે ષટખંડાગમમાં મંગલાચરણના રૂપમાં કરેલ છે, એટલે એને સાદિ પણ કહી શકાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com