________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
.: ૫૯:
પટખંડાગમના સમર્થ ટીકાકાર આચાર્ય વીરસેન સ્વામીએ ઉપર કહેલ મંગલાચરણની ટીકા લખતા ધવલાટીકામાં આ સંદર્ભમાં જે વિચાર વ્યક્ત કરેલ છે તે આ પ્રકારે છે :
“તે મંગળ બે પ્રકારનું છે. નિબદ્ધમંગળ અને અનિબદ્ધમંગળ. ગ્રંથના પ્રારંભમાં ગ્રંથકારના દ્વારા જે ઇષ્ટ દેવતાને નમસ્કાર નિબદ્ધ કરવામાં આવે છે. અર્થાત્ શ્લોક વગેરે રૂપથી રચના થાય છે, એને નિબદ્ધ મંગળ કહે છે. જે અન્ય-રચિત પદ્ય ગ્રંથમાં કહેવામાં આવે છે. અથવા મૌખિક કહેવામાં આવે છે. એને અનિબદ્ધ મંગળ કહે છે. આ વ્યવસ્થા અનુસાર ણમોકાર મંત્ર નિબદ્ધમંગળ છે.”
(પટખંડાગમ :- જીવસ્થાનસત પ્રરૂપણ ભાગ-૧) આ દષ્ટિ એ તો આ ણમોકાર મહામંત્ર સાદિ છે અને એના વાચ્ય પંચપરમેષ્ઠી અનાદિથી થતાં આવ્યા છે – એ દષ્ટિએ આ મંત્ર અનાદિ છે આશય એ છે ખરેખર આ મંત્રની અર્થ યોજના તો અનાદિ છે અને પ્રાકૃત ભાષામાં નિબદ્ધ ણમોકારમંત્રના રૂપમાં આ ગાથા છન્દની શબ્દયોજનામાં સાદિ છે.
ભગવતી આરાધનાની ટીકામાં અને ગણધરકૃત કહ્યું છે. આ કથનની અપેક્ષા પણ આ છે કે અનાદિથી પંચ પરમેષ્ઠી થતા આવ્યા છે, અને બધા તીર્થકરો ને ગણધર પણ અનાદિથી થતા આવ્યા છે. અને બધા ગણધર પંચ પરમેષ્ઠીને નમન કરે છે. આ અપેક્ષાથી મોકાર મંત્ર અનાદિ જ થયો. અને પ્રાકૃત ભાષામાં રચાયેલું આ ગાથા છન્દ આચાર્ય પુષ્પદન્ત સ્વામીની રચના છે – આ અપેક્ષા એ સાદિ પણ કહેવાય છે – એટલે બંને કથન પોત – પોતાના સ્થાને યથાર્થ છે.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com