________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૩: “જેઓ સમ્યગ્દર્શન જ્ઞાન- ચારિત્રની અધિકતા વડે પ્રધાન પદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે, મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે પરંતુ કદાચિત ધર્મ લોભી અન્ય યાચક જીવોને દેખી રાગઅંશના ઉદયથી કરૂણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષ ગ્રાહકને દીક્ષા આપે છે તથા પોતાના દોષ પ્રગટ કરે છે તેને પ્રાયશ્ચિત વિધિ વડે શુદ્ધ કરે છે એવા આચરણ કરવા -કરાવવાવાળા શ્રી આચાર્ય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો.
(મોક્ષમાર્ગ પ્રકાશક) આચાર્ય પરમેષ્ઠીની ઉપર મુજબ વ્યાખ્યામાં નીચેની ચાર વાતો પર વિશેષ ધ્યાન આપેલ છે. એક તો–એમનામાં સામાન્ય સાધુઓ કરતા સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્રની અધિકતા હોય છે.
એ મુખ્ય રૂપથી તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણમાં જ લીન રહે છે; એમના અંતરંગમાં દીક્ષા, ધર્મોપદેશ અને પ્રાયશ્ચિત આદિની મુખ્યતા નથી રહેતી.
એમના માટે આચાર્ય પદ થોડું પણ ભારરૂપ કે બોજારૂપ નથી હોતું; કેમ કે એમને રાગના ઉદયથી સહજ કરુણા બુદ્ધિ થાય છે, ત્યારે જ એ પોતાના સંઘના સાધુઓ અને ધર્મના જિજ્ઞાસુઓને ધર્મોપદેશ આપે છે, દીક્ષા ગ્રાહકોને દિક્ષા આપે છે અને પોતાની ઇચ્છાથી પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે.
તેઓ કોઇ પણ કામ માટે કોઇના બંધાયેલા નથી અને ઉપર મુજબના કાર્યોમાં પણ તેઓ પોતાના ઉપયોગને વધુ ભમાવતા નથી.
તેઓ પોતાની આત્મસાધનમાં મગ્ન રહેતા જ યથાયોગ્ય કેવળ મુનિસંઘની પ્રશાસન વ્યવસ્થા સંભાળે છે. ગૃહસ્થો અને તેમના ધાર્મિક સ્થળ મંદિર આદિની વ્યવસ્થાઓમાં કોઇ પણ રસ રાખતા નથી. માત્ર મુનિસંઘના નાયક મુનિરાજ જ વાસ્તવિકમાં આચાર્ય પરમેષ્ઠી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com