________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૪:
મોકાર મંત્ર અને શબ્દ શક્તિ શબ્દબ્રહ્મ પરબ્રહ્મ કે, વાચક વાચ્ય નિયોગ, મંગલરૂપ પ્રસિદ્ધ હૈ, નમો ધર્મ-ધન ભોગ.
(સમયસાર મંગળાચરણ હિન્દી ટીકા) પંડિત જયચંદજી છાબડા એ જે રીતે ઉપરના દોહામાં શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં પરસ્પર વાચક–વાચ્ય સંબંધ બતાવ્યો છે, તેવી રીતે વાચકરૂપ, ણમોકાર મંત્ર અને તેના વાચ્યરૂપ પંચપરમેષ્ઠીમાં પણ વાચકવાચ્ય સંબંધ છે.
મંત્રોનું મનન બે પ્રકારથી થાય છે. અન્તર્જલ્પ અને બહિર્શલ્પ.
અત્તેજલ્પ :- અનુભવ પૂર્વક મંત્રના અભિપ્રાયને અથવા તેના વાચ્યનાં સ્વરૂપનું ચિંતન કરવું અન્તર્જલ્પ છે.
બર્ફિજલ્પ:- જીભથી મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું બહિર્શલ્પ છે. ડો. નેમીચન્દજી શાસ્ત્રીએ “મંત્ર” શબ્દની વ્યુત્પત્યર્થ ત્રણ પ્રકારે કરેલ છે:
(૧) “દિવાદિગણની જ્ઞાનાર્થક મન ધાતુથી “ત્ર” પ્રત્યય લગાવી બનાવેલ. મંત્ર શબ્દની વ્યુત્પત્તિના અનુસાર “મન્યતે જ્ઞાયતે આત્મદેશોડન ઇતિ મંત્ર: “અર્થાત્ જેના દ્વારા આત્માનો નિજાનુભવ જણાય, એ મંત્ર છે.
(૨) “તનાદિ ગણની અવબોધનાર્થક “મન” ધાતુથી “ત્ર” પ્રત્યય લગાવી બનાવેલ મંત્રની વ્યુત્પત્તિના અનુસાર- મન્યતે વિચાર્ય આત્મદેશોયેન સ મ7” અર્થાત્ જેના દ્વારા આત્માના સ્વરૂપ ઉપર વિચાર થાય. એ મંત્ર છે.
(૩) “સમાનાર્થક “મન” ધાતુથી “ત્ર” પ્રત્યય લગાવી મંત્ર શબ્દ બને છે. આ વ્યુત્પત્યર્થ છે - “સલ્કિયન્ત પરમપદે સ્થિતા: આત્મનઃ અનેન ઇતિ મંત્ર.” અર્થાત્ જેના દ્વારા પરમ પદમાં સ્થિત પંચપરમેષ્ઠી સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com