________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૯ :
વીતરાગ ધર્મ જ લોકમાં મહાન હોય છે. આના સિવાય જે અન્યને મહાન કહેવાનો લોક વ્યવહાર છે, એ પણ લૌકિક દૃષ્ટિએ ઠીક છે, પણ એને જ બધુ માનીને સાચી મહાનતા ઉપેક્ષિત કે વિસ્મૃત ન થઇ જાય તે માટે દરરોજ “ચત્તારિ લોગુત્તમા” પાઠનું સ્મરણ આવશ્યક છે, અનિવાર્ય છે.
શરણ” ચત્તારિ શરણે પધ્વજ્જામિ” કહેવાનો “આસ્તિપરક” અર્થ તો એ છે કે હું અરહંત, સિદ્ધ તેમ જ સાધુ (આચાર્ય- ઉપાધ્યાય – સાધુ) ની શરણમાં જાઉં છું, પણ એમાંથી એક નાસ્તિપરક ધ્વનિ આ પણ નિકળે છે કે જેને સુખી થવું હોય એ આ ચારે સિવાય અન્ય કોઇની પણ શરણ ગોતવામાં પોતાની શક્તિ અને સમયને વ્યર્થ ન કરે, કેમ કે આ જગતમાં એના સિવાય અન્ય કોઇ શરણ નથી. અશરણ ભાવનાના માધ્યમથી આપણને આચાર્ય કુન્દ કુન્દથી લઈને આજ સુધીના લગભગ બધાં જ આચાર્ય તેમજ વિદ્વાન દિશાસૂચન કરતાં આવ્યા છે.
કુન્દ કુન્દ્રાચાર્ય કહે છે – “સગ્ગો હવે હિ દુર્ગ ભિચ્ચા દેવા ય પહરણે વજર્જ, આઇરાવણો ગંઇદો ઇદસ્ય વિજજદે સરણે. ણવણિહિ ચઉદહરયણે હય મત્તગંઇદ ચાઉરંગબલ, ચકકેસસ્સ ણ સરણે પેચ્છતો કદિયે કાલે.
(બારસ અણુવેખા (દ્વાદશાનુપ્રેક્ષા) ગાથા ૯ તથા ૧૦) સ્વર્ગ જેનો કિલ્લો છે, દેવ જેના સેવક છે, વજ જેનું હથિયાર છે. ઐરાવત હાથી જેનુ વાહન છે, એવા ઇન્દ્રને પણ કોઇ શરણ નથી. આશય એ છે જેની પાસે સુરક્ષાના આટલા અને આ પ્રકારના સાધન છે, જયારે એને પણ સમય આવવા પર શરીરનો ત્યાગ કરવો પડે છે, ત્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com