________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૯:
બોલાવી, (૬) અતુલ્ય બળ, (૭) દૂધ જેવું સફેદ લોહી (રકત) (૮) શરીરમાં એક હજાર આઠ લક્ષણ, (૯) સમ ચોરસસંસ્થાન, (૧૦) વજવૃષભનારાચસંહનન આ દશ અતિશય જન્મથી જ હોય છે.
: કેવળજ્ઞાનના દશ અતિશય : “યોજન શત ઇક મેં સુભિખ ગગન-ગમન મુખ ચાર,
નહિં અદયા ઉપસર્ગ નહિં, નાહીં કવલાહાર સબ વિદ્યા ઈશ્વર પનો, નહિ બઢે નખ કેશ,
અનમિષ દૃગ છાયા-રહિત, દશ કેવલ કે વેશ.
(૧) એકસો યોજનમાં સુભિક્ષતા, (૨) આકાશમાં ગમન (૩) ચારેય બાજુમાં મોં દેખાવવું (૪) અદયાનો અભાવ (૫) ઉપસર્ગનું ના થવું (૬) કવલાહાર ન થવો (૭) સમસ્ત વિદ્યાઓનું સ્વામીત્વપણું, (૮) નખ-વાળ નું ન વધવુ, (૯) આંખની પલક ન ઝપકવી, (૧૦) શરીરનો પડછાયો ન પડવો, આ દશ અતિશય કેવળ જ્ઞાનનાં સમયે પ્રગટ થાય છે.
: દેવકૃત ચૌદ અતિશય : “દેવ રચિત હે ચારદશ, અર્ધમાગધી ભાષ, આપસ માંહિ મિત્રતા, નિર્મલ દિશ આકાશ; હોત ફૂલ-ફલ ઋતુ સર્બ, પૃથ્વી કાચ સમાન, ચરણ-કમલ તલ કમલ હૈ, નમસ્તે જય-જય બાન” મંદ-સુગંધ બયાર પુનિ, ગંધોદક કી વૃષ્ટિ, ભૂમિવિર્ષ કટંક નહીં, હર્ષમયી સબ સૃષ્ટિ ધર્મચક્ર આગે રહે, પુનિ વસુ મંગલસાર,
અતિશય શ્રી અરિહંત કે, યે ચૌંતીસ પ્રકાર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com