________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તે સત્ય હોય છે. લાખો વર્ષો પહેલા ભવિષ્યની નિશ્ચિત ઘોષણાઓથી આગમ ભરપૂર પડેલા છે. અને એ ઘોષણા “એમ જ થશે” એવી ભાષામાં છે. એટલે નિશ્ચિત ભવિષ્યજ્ઞતામાં શંકા થવાથી સંપૂર્ણ આગમ મહેલ વિધ્વંસ થતો નજરે જોવામાં આવશે. એટલે સાચા દેવનું સ્વરૂપ સમજવા માટે સર્વજ્ઞતાનો નિર્ણય અત્યન્ત આવશ્યક છે, કેમ કે એ જ ધર્મનું મૂળ છે.
સર્વજ્ઞની ત્રિકાળ સત્તાનાં સંબંધમાં કુન્દ કુન્દ્રાચાર્ય દેવનાં નીચે મુજબ કથન દ્રષ્ટવ્ય છે
જદિ પચ્ચકખમજાદ પજજાય મલિયદે ય થાણસ, ણ હવદિ વાત માણે દિવ્યં તિ હિ કે પરૂવંતિ.
(પ્રવચનસાર, ગાથા ૩૯ ) જો અનુત્પન્ન (ભવીષ્યની) અને વિનિષ્ટ (ભૂતની) પર્યાયો સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યક્ષ ન હોય તો એ જ્ઞાનને દિવ્ય કોણ કહેશે?
આચાર્ય અમૃતચન્દ્રએ સમસ્ત જ્ઞયોને ક્ષણમાં સંપૂર્ણ ગુણ અને પર્યાયો સહિત અત્યંત સ્પષ્ટ રૂપથી પ્રત્યક્ષ જાણવાની ચર્ચા આ પ્રકારે કરેલી છે. : -
એક જ્ઞાયક ભાવનો સમસ્ત યોને જાણવાનો સ્વભાવ હોવાથી અનુક્રમે પ્રવર્તમાન, અનંત, ભૂત, વર્તમાન, ભવિષ્યની વિચિત્ર પયાર્ય સમૂહવાળા, સ્વભાવ અને ગંભીર સમસ્ત દ્રવ્ય માત્રને માનો કે એ દ્રવ્ય જ્ઞાયકમાં ઉત્કીર્ણ થઇ ગયા હોય, ચિત્રિત થઈ ગયા હોય, અંદર ઘૂસી ગયા હોય, કીલિત થઇ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઇ ગયા હોય, પ્રતિબિંબીત થયા હોય એવી રીતે એક ક્ષણમાં જ જે (શુદ્ધાત્મા) પ્રત્યક્ષ કરે છે.” (પ્રવચનસાર ગાથા ૨૦૦ ની તત્ત્વ પ્રદીપિકા ટીકા)
આત્માનો સ્વભાવ સમસ્ત શેયોને એક સમયમાં જાણવાનો છે. એટલે જયારે આત્માના જ્ઞાનગુણની પૂર્ણ વિકસિત શુદ્ધ પયાર્ય કેવળજ્ઞાન પ્રગટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com