________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પોતાના પિતા મુનિની મૂર્તિ સ્થાપના કરેલી હતી તે સાધર્મિક ચૈત્ય કહેવાય.
વા બિંબોનું પૂજન ક્રવું. યથોક્ત બિબ પ્રથમ સો વર્ષનું હોય, અને અંગોપાંગોથી દૂષિત હોય તો પણ પૂજવું નહિ, પરંતુમહાપુરુષોએ વિધિવિધાન અનુષ્ઠાનથી તે બિંબને ચેત્યાદિકને વિષે સ્થાપન કરેલ હોય અને સો વર્ષ ઉપરનું હોય તેમજ અંગોપાંગોમાં કાંઈ દૂષિત હોય તો પણ પૂજવામાં કોઈપણ પ્રકારનો બાદ નથી. શ્રી સિદ્ધસેન આચાર્ય મહારાજે કહ્યું છે કે
वरिस सयाओ उद्धं, जं बिंबं उत्तमेहिं संठवियं । वियलंगुवि पुइज्जइ, तं बिंबं न निफ्फलं जओत्ति ॥१॥
ભાવાર્થ : સો વર્ષ પ્રથમનું હોય તથા જે બિંબને ઉત્તમ મહાપુરુષોએ વિધિ અનુષ્ઠાનથી થાતન કરેલ હોય અને તે અંગો પાંગોમાં દૂષિત હોય, તો પણ તેને પૂજવું, કારણ કે તે બિંબને નિષ્કલ કહેલ નથી. આના અંદર એટલું વિશેષ છે કે-મુખ, નયન, નાસિકા, ડોક, કમ્મર ઇત્યાદિ પ્રદેશોમાં ખંડિત થયેલું બિંબ સર્વથા અપૂજનિક છે. પરંતુ મૂલનાયકજીનું બિંબ, આધાર, પરિકર, લાંછનાદિક પ્રદેશોથી ખંડિત થયેલ હોય તો પણ પૂજવા લાયક છે.
अतीताब्दशतं यज्च, यञ्च स्थापितमुत्तमैः । यद्व्यंगमपि पूज्यं, स्याद्विम्बं तं निष्फलं नहि ॥१॥
ભાવાર્થ : જે બિંબ સો વર્ષ પ્રથમનું હોય, તથા જે બિંબને ઉત્તમ પુરુષોએ સ્થાપન કરેલ હોય, તે બિંબઅંગોપાંગમા દૂષિત હોય તો પણ પૂજવા લાયક છે, પરંતુ તે બિંબ નિષ્ફલ નથી. ઇતિ આચારદિનકર ગ્રંથે
વળી ધાતુ લેપાદિક બિંબ અંગરહિત હોય, તો ફરીથી સજ્જ કરી શકાય છે, પરંતુ પાષાણમય, રત્નમય, કાષ્ટમય બિબો ફરીથી સજ્જ
૪૯
૪૯
ભાગ
Jalભાગ ૮ ફેમ પ
For Personal & Private Use Only
www.jainelibrary.org