________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સિદ્ધાન્ત અન્યત્ર
૫૦૦ ધનુષ્ય પ્રમાણ દીર્ઘ અને બે હાથ હ્રસ્વ મધ્યમ અગર છેલ્લી અવસ્થાને વિષે વિચિત્ર સંસ્થાન હોય, તેના ત્રીજા ભાગે હીના સિદ્ધોની અવગાહના સ્વઅવસ્થાના ભાગે તીર્થકરગણધર મહારાજાએ કહેલી છે.
૩૩૩ ધનુષ્ય અને એક ધનુષ્યનો ત્રીજો ભાગ ઉત્કૃષ્ટી અવગાહના કહેવાય છે.
શંકા, નાભિરાજાનું શરીર પરપ ધનુષ્યનું હતું, અને મારુદેવીનું પણ તેટલું જ હોય તો ૩૫૦ ધનુષ્ય અવગાહના થાય, તેનું કેમ?
ઉત્તરઃ સ્ત્રીયો ઉત્તમ સંહનનવાલી છતાં પણ પોતપોતાના કાળની અપેક્ષાએ પુરુષો કરતા કાંઇક નીચા શરીરવાળી હોય છે, તેથી નાભિરાજાથી માદેવી નીચા શરીરવાળા હતા, તેથી તેમનું શરીર ૫૦૦ ધનુષ્ય બોલવા કહેવામાં કાંઈ પણ વાંધો આવતો નથી. વળી હસ્તિના સ્કંધ ઉપર બેઠેલા હતા તેથીતેમના અંગોપાંગ સંકુચિત હોવાથી અવગાહના વધારે પડે નહિ. ઇતિ ભાષ્યકાર
વળી કુમારપુત્રનું શરીર ૨ હાથનું હતું, અને સાત હાથ ઊંચા શરીરવાળાને પણ યંત્રપલણાદિકમાં સંકુચિતપણાથી અવગાહના વધારે પડે નહિ, એ પ્રકારે સિદ્ધના જીવો જાણે, દેખે છે, અહીં શરીરને ત્યાગ કરી, જીવ મનુષ્ય ભવથી સાત રાજ ઊંચે જયા લોકનો અંત થાય છે ત્યાં જઈ સિદ્ધ થાય છે અને સાદિઅનંત પણે મોક્ષના અનંતા સુખનો અનુભવ કરે છે.
પ્રશ્ન : ચૌદમે ગુણસ્થાને તો, આત્મા અક્રિય હોય છે, તો સાત રાજ ઊંચે જવાની ક્રિયા કેમ કરે છે ?
ઉત્તર : જો કે અક્રિય છે, તો પણ પૂર્વની પ્રેરણાએ કરીને, તુંબડીના દૃષ્ટાંતથી, જીવમાં ધર્માસ્તિકાય મધ્યે ચાલવાનો જે સ્વભાવ રહેલો તેથી કરી કર્મ રહિત હોવા છતાં પણ જ્યાં સુધી ધર્માસ્તિકાય હોય ત્યાં સુધી સ્વભાવથી જ જાય છે.
૩૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org