Book Title: Vividh Vishay Vicharmala Part 08
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 403
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કાઢ્યો કે સાધુએ પણ સ્ત્રી પરણવી, તે મુજબ હાલ જાપાનમાં ચાલુ છે. વળી તે સૂત્રમાં લખ્યું છે કે જ્યારે બૌદ્ધમતના સ્થાપનાર ગૌતમબુદ્ધ વૈશાલી નગરમાં ગયા ત્યારે જ્ઞાતપુત્રના એટલે મહાવીર સ્વામીના એક ઉપાસકને તેણે પોતાના મતમાં લીધો, કે જે ઉપાસક મલ્લીય અને લચ્છીયજાતિના અઢાર રાજાઓના વંશનો હતો. એ ઉપરથી પણ ખુલ્લું જણાય છે કે બૌદ્ધમત ચલાવનાર ગૌતમબુદ્ધના સમયમાં, વૈશાલી નગરીની આસપાસ જૈન મત ચાલતો હતો. આવી રીતે બૌદ્ધધર્મની પહેલા પણ જૈનધર્મ વિદ્યમાન હતો. (ઉપદેશ એક્સો ઓગણસાઠમો) હેવતો અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ત્યાં લાવ્યો કોથમીર અગડે બગડો માર્યો, બગડે કાગડો માર્યો. અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું, ને બાયડી બગડી તેનું ઘર બગડ્યું. અતિ વેપારે દીવાળું, અને અતિ ભક્તિએ છીનાલું. અટાઉનો માલ બાટાઊ (વટાવ)માં જાય. આબુની કમાઈ જાંબુમાં. અન્ન તેનું પુન્ય, ને રાંધનારને ધૂમાડો. અન્ન સમાણો પ્રાણ ને, પ્રાણ સમાણી પ્રીત. અલ્લા ચોરે ઉટે ને મીયાં ચોરે મુઠે. અન્ન મારે ને અન્ન જીવાડે. અલ્લાએ બનાયા જોડા, એક અંધા ઔર દુસરા ખોડા. આંખ મીચાઈને નગરી લુંટાઈ. આંખ ફુટનાર ને જોકો વાગનાર. આંખ ફુટે ત્યારે પાંપણને ક્યાં રડીયે ? આંધળાના પૈસા કૂતરા ખાય, ને પાપીનો માલ એળે જાય. (૩૮૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416