Book Title: Vividh Vishay Vicharmala Part 08
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
( ઉપદેશ એક્સો સાઇઠમો)
ત્રણ વસ્તુની સુંદરતા ત્રણ અમૂલ્ય રત્નો—૧ દેવ, ૨. ગુરુ, ૩ ધર્મ ત્રણને આરાધો૧. જ્ઞાન, ૨. દર્શન, ૩. ચારિત્ર. ત્રણમાં રક્ત રહો૧. પ્રભુપૂજા, ૨. ગુરુભક્તિ, ૩. ધર્મકરણી. ત્રણને વિસારો નહિ૧. પ્રભુજાપ, ૨. નમસ્કાર મંત્ર, ૩. ધર્મભાવના. ત્રણનો આદર કરો ૧ વિવેક, ૨. વિનય, ૩. વિજ્ઞાન. ત્રણને દઢતાથી વળગો–૧. સત્ય, ૨. સત્વ, ૩. શીયલ. ત્રણનો નિયમ રાખો →૧. સામાયિક, ૨. પ્રતિક્રમણ, ૩. પૌષધ. ત્રણને વશ કરો »૧. મન, ૨. વચન, ૩. કાયા. ત્રણ ઉપર દયા કરો >1. દીન દુઃસ્થિર પર, ૨ અપંગ ઉપર, ૩. ધર્મભ્રષ્ટ પર. ત્રણને હૃદયમાં પ્રવેશ કરવા ન ઘો+૧. કુદેવ, ૨. કુગુરુ ૩. કુધર્મ. ત્રણને દરિયાકાંઠે નાખો–૧. પારકાના દોષો જોવા, ૨. પોતાની પ્રશંસા કરવી, ૩. બીજાની નિંદા. ત્રણને કબજે રહો૧. સુદેવ, ૨. સુગુરુ, ૩. સદ્ધર્મમાં, ત્રણને વશ કરો >1. ઇન્દ્રિય, ૨. જીભ, ૩. મન. ત્રણમાં શંકા ન રાખો૧. શાસ્ત્રમાં ૨. ગુરુવચનમાં, ૩. સમકિતમાં. ત્રણ કામ જલ્દીથી કરો૧. પ્રભુ પૂજા, ૨. શાસ્ત્રાધ્યયન, ૩. દાન. ત્રણથી પાછા હઠો »૧. પરનિંદા, ૨. પોતાની પ્રશંસા, ૩. સાહસકર્મ. ત્રણનો તિરસ્કાર કરો ૧. અભિમાન, ૨. નિર્દયપણું, ૩. કૃતજ્ઞતા. ત્રણને પ્રગટ કરો...૧ પરના ગુણો, ૨. પોતના દુર્ગુણો, ૩. દાતારપણું. ત્રણમાં સ્નિગ્ધતા રાખો–૧. હીંમતમાં, ૨, નમ્રતામાં, ૩. પ્રેમમાં. ત્રણની ઉપાસના કરો 2૧. સંતસાધુની, ૨. દુઃખી જીવોની, ૩. માતપિતાની. ત્રણની પ્રશંસા કરો »૧. જ્ઞાનની ઉત્કર્ષતા, ૨. પ્રૌઢતા, ૩. સુંદર આચારવિચારના. ત્રણને મસ્તકે ચડાવો-૧. તીર્થકરને, ૨. ગુરુભક્તિને ૩. માતાપિતાની સેવાને. ત્રણને ધિક્કારો નહિ +૧. નીચતા, ૨, મિથ્યાભિમાનતા, ૩. ઈષ્યને, ત્રણથી અલગ રહો...૧. પરધન હરણથી, ૨. પરસ્ત્રીથી, ૩. પરાપવાદથી. ત્રણ પર સ્નેહ રાખો,
૩૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 410 411 412 413 414 415 416