Book Title: Vividh Vishay Vicharmala Part 08
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 411
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ઘણી ચોરે ધન જાય, વાણોતર ચોરે લાભ થાય, ગાંડા પાસે ગાંડ ધરી,તો કુહાડાનો ઘા, ગાંડા લોક ગામડે વસે, ખાસડું મારે ત્યારે ખડખડ હસે, સ્વભાવ હોય બુરો, તેનો થાય ચુરો, જીભ ઝેરી, તો દુનિયા વેરી, ચાલ હોય ખરાબ, તેજ પીવે શરાબ દરીયા સમાન રતનહિ, ને માબાપ સમાન હેત નહિ, પેટ જેવું પાલું, તેને કોઈ નહિ વાલું, રેલમાં રોદો નહિ, ને કલમ સમાન ઘોદો નહિ, ખાઈયે મન ગમતું, ને પહેરીયે ગામ ગમતું, મણનું માથું જો, પણ નવટાંકનું નાન ન જ બાપનું વહાણ, ને બસવાની તાણ, ગડપ ગડપ મીઠા, અને કડવા કડવા થુથુ, ભજીયા પહેલા તેલ પી ગયો, મીંયાની દાઢી બળે, અને બીબીરાજી થાય, પાપડ ખાઈને પદમશી થયો, ભભકા ભારે, ખીસા ખાલી, ભાગ્ય વિના ખેતી કરે, કાં મરે કાં માંદો પડે, ઉસા પીર મુસાપીર, બડાપીર પૈસા, ટકો કરે ઉદ્યમાત, ટકો બુઢાકું પરણાવે, રાજા આવી સલામ કરે, એક ટકાને કારણે, દામ કરે કામ, બીબી કરે સલામ, ઠાલી ઠકરાઈને ફાંટમાં છાણઉં, ખોડી બીલાડી જ્યાં ત્યાં અપશુકન કરે, વપરાતીકુંચી હમેશા ચળકતી રહે. ૩૯૪) ૩૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416