________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ અને જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી એક જ હતા, તેમાં નર્યું ભૂલભરેલું છે, કેમકે મહાવીરસ્વામીનો જન્મ જ્યારે ક્ષત્રિયકુંડ નગરમાં થયો હતો. ત્યારે ગૌતમ બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નામના નગરમાં થયો હતો. મહાવીર સ્વામીના પિતાનું નામ જ્યારે સિદ્ધાર્થ હતું ત્યારે ગૌતમબુદ્ધના પિતાનું શુદ્ધોદન હતું. મહાવીરસ્વામીની સ્ત્રીનું નામ યશોદા હતું ત્યારે ગૌતમબુદ્ધની સ્ત્રીનું નામ યશોધરા હતું. મહાવીરસ્વામીના ભાઈનું નામ નંદિવર્ધન હતું ત્યારે ગૌતમબુદ્ધના ભાઈનું નામ નંદ હતું.
જ્યારે મહાવીરસ્વામીની માતાનું નામ ત્રિશલા હતું ત્યારે ગૌતમબુદ્ધની માતાનું નામ માયાદેવી હતું. મહાવીર સ્વામીને પ્રિયદર્શના નામે એક જ પુત્રી હતી ત્યારે ગૌતમબુદ્ધને રાહુલા નામનો એક જ પુત્ર હતો. મહાવીરસ્વામીની માતા અઠ્યાવીશ વર્ષ સુધી જીવ્યા હતા, ત્યારે ગૌતમબુદ્ધની માતા તેના જન્મની સાથે જ મરણ પામી હતી, આ લખેલ તફાવત ઉપરથી સિદ્ધ થાય છે કે મહાવીરસ્વામી અને ગૌતમબુદ્ધ એક જ હતા એ માનવું ભૂલભરેલું છે અલબત્ત તેઓ સમકાલીન હતા અને તેઓને થયા આજે ૨૪૬૭ વર્ષ થયા છે, એટલે વિક્રમ સંવત ૪૭૦ પહેલા તેઓ બન્ને વિદ્યમાન હતા. બૌદ્ધના મહાવિનય અને સમાનફળા નામના ગ્રંથમાં લખ્યું છે કે મહાવીરસ્વામી બુદ્ધના પ્રતિસ્પર્ધી હતા. લાઇફ ઓફ ધિ બુદ્ધ અથવા બુદ્ધનું ચરિત્ર-એ નામના અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ થયેલા ગ્રંથમાં તથા જે. ડબલ્યુ. ગુડવીર, રોહિકલ, નામના વિદ્વાન બુદ્ધ પુસ્તક વિનયત્રિપીઠિકા નામના ગ્રંથનો જે તરજુમો કરેલ છે તેના ૬૫, ૬૬, ૧૦૩, ૧૦૪ પાના પર જૈનોના નિગ્રંથ માટે જે લખાણ છે તે તથા ૭૯,૯૬, ૧૦ અને ૨૫૯ પાના પર નિગ્રંથ જ્ઞાતપુત્ર (મહાવીરસ્વામી માટે) જે હકીકત લખેલી છે તે પરથી એ બન્ને ધર્મો સ્વતંત્ર છે એવો ખુલાસો સહેલાઇથી થઈ શકે છે.
એ જ ગ્રંથના ૨૫૯, પાના પર જે લખાણ છે તેનો ભાવાર્થ એવો છે કે બુદ્ધના સમકાલીન છ મહાત્માઓ હતા. તે સઘલાની પાસે રાજા
૩૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org