Book Title: Vividh Vishay Vicharmala Part 08
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 399
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ तिमिपूरणासणेया, अहिगयपवज्जावउपरमठे । रत्तंबरधरित्ता, पवढिय तेण एयत्तं રા मंसस्स नत्थि जीवो, जह फले दहियदुद्धसकराये । तम्हा तं मुणित्ता, मरकंतो नत्थि पाविठ्ठो ॥३॥ मज्जं न वज्जणिज्जं, दव्वदवं जह जलं तह एदं । इति लोए गोसित्ता, पवत्तियं संधसावज्जं अण्णो करे दिकम्मं, अण्णोतं भुंजदी दिसिद्धतं । परिकप्पिउण णूणं, वसिकिच्छाणिरयमुववण्णो ॥५॥ ભાવાર્થ : બૌદ્ધમતની ઉત્પત્તિ શ્રી પાર્શ્વનાથ મહારાજના તીર્થમાં સરયૂ નદીનાકાંઠા ઉપર આવેલ પલાસ નામના નગરને વિષે થયેલ છે. પિહિતઆશ્રવ મુનિમહારાજનો શિષ્ય બુદ્ધકીર્તિ નામનો હતો. એકદા નદીમાં બહુ જ પાણી આવ્યું. તેમાં મેલા માછલા તણાતા આવ્યા. તે દેખીને નદીકાંઠે રહેલા બુદ્ધીકીર્તિએ વિચાર કર્યો કે આ માછલાં પોતાની મેળે મરણ પામેલા છે, માટે તેનું ભક્ષણ કરવામાં પાપ નથી. આવો નિશ્ચય કરી સાધુવેષ છોડી દઈ લાલ વસ્ત્ર ધારણ કરી બૌદ્ધમત ચલાવ્યો, અને ધર્મભ્રષ્ટ થઈ માંસનું ભક્ષણ કરવા માંડ્યો, અને લોકોને વિષે પ્રગટપણે બોલવા લાગ્યો કે માંસમાં જીવ નથી, તેથી તેને ખાવામાં પાપ નથી,તથા ફળદુધ દહીં સાકરના પેઠે, તથા પ્રવાહી પદાર્થના પેઠે મદિરાનું પાન કરવામાં પણ પાપ નથી, કારણ કે તે પણ પાણીના પેઠે પ્રવાહી પદાર્થ છે, એમ કહી બૌદ્ધમત ચલાવ્યો, અને બોલ્યો કે સર્વ પદાર્થો ક્ષણિક છે, પાપ પુન્યનો કર્તા કોઈક અને ભોક્તા પણ કોઈક છે, આવો માર્ગ સ્થાપ્યો. બૌદ્ધોના પુસ્તકોમાં લખેલ છે કે દેવદત્ત નામનો એક બુદ્ધનો શિષ્ય હતો. તેણે માંસ ભક્ષણ છોડાવવા બહુ ઝગડો કર્યો. બૌદ્ધ ન માનવાથી તેણે તેને છોડી દીધો. બુદ્ધ જે દિવસે કાળ કર્યો હતો. તે દિવસે પણ ચંદ નામના સોનીના ઘરેથી રાંધેલા ચોખાની સાથે, સુવરનું માંસ ખાધેલું હતું, પછી તેનું મરણથયું હતું. આવું લખાણ બૌદ્ધોના પુસ્તકોમાં છે, શ્રી હેમચંદ્ર ૩૮૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416