________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
વળી સિદ્ધાત્મા સદા કાળ નિષ્ક્રિય છે, અથવા સિદ્ધાત્માનું સુખ વેદનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું અનંત છે, અને કર્મો સાંત (સ્થિતિ પૂરી થયે નાશ પામેલા) છે, તેથી પણ અતુલ્ય માનને લીધે, કર્મો સિદ્ધના સુખના હેતુભૂત થઈ શકે નહિ.
તાત્પર્ય એ છે કે સિદ્ધાત્મા કર્મોને ગ્રહણ કરતા નથી, જેમ લોકમાં સુધા તૃષાથી મુક્ત એવા, તૃપ્તિ પામેલા જીવને કાળ મર્યાદા હોતી નથી, જેમ જીતેંદ્રિય સંતુષ્ટ યોગીને કાંઇપણ ગ્રહણ કરવાથી વાંચ્છા હોતી નથી, જેમ પૂર્ણ પાત્રમાં કાંઈ પણ સમાઈ શકતું નથી, તેમ ચિંદાનંદ અમૃતથી સદા નિરંતર પરિપૂર્ણ સિદ્ધાત્મા, કિંચિત્ પણ કર્મને ગ્રહણ કરતા નથી. વળી જેમ મનુષ્યને આશ્ચર્યકારક નૃત્યના દેખવાથી સુખ થાય છે તેમ સિદ્ધોના જીવોને આ વિશ્વના વર્તમાનરૂપ નાટકના દેખવાથી, જ્ઞાનના આનંદથી નિત્ય સુખ થાય છે.
| મુક્તિ સંબંધી પ્રશ્નો પ્રશ્ન-મુક્તિમાં અન્ન, પાણી, તેલ ફુલેલ અંતરગાડી, વાહન, ઘડા, પુષ્પમાલા ત્રિમાદિક વિગેરેનું સુખ કાંઈપણ નથી છતાં તમો મુક્તિમાં અનંત સુખ શા માટે કહો છો ?
ઉત્તર : અમો તમોને પ્રથમ પ્રશ્ન કરીએ છીએ કે – પ્રશ્ન – ખાનપાન શા માટે છે ? . ઉત્તર : સુધા તૃષાની શાન્તિ માટે છે. પ્રશ્ન-તેલ ફુલેલ, અંતર, પુષ્પમાલાનું સેવન શા માટે છે ? ઉત્તર : આત્માને આનંદ લેવા માટે પ્રશ્ન સ્ત્રિયાદિક શા માટે છે ?
ઉત્તર : આત્માને દુઃખથી મુક્ત કરી તમામ ઇંદ્રિયોને તૃપ્ત કરવા માટે.
પ્રશ્ન – ગાડી ઘોડા વિગેરે શા માટે છે ? ઉત્તર : આત્માને અનાબાધતા સ્વાથ્યપણું ઉત્પન્ન કરવા માટે,
M૩૦૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org