Book Title: Vividh Vishay Vicharmala Part 08
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સુપડાના જેવા ગુણને તિરસ્કાર કરનાર,જો કદાપિ કાળે કાંઈ જાણપણું થાય તો જાણે સારી દુનિયાનું ડહાપણ પોતાનામાં જ આવી રહેલ છે એવી ફીસીઆરી કરનાર, ઘડાના, હંસના, બકરીના ગુણ નહિ વહન કરનાર, મચ્છર, માર્જર જળોકાના ગુણ ધારણ કરનાર, દાનનો ગુણ દાટી દઈ કપણના અંગીકાર કરનાર, તુચ્છપેટવાળો, તુચ્છ બુદ્ધિવાળો,પોતાના આત્માને શુદ્ધ માની અશુદ્ધિ ધારણ કરનાર, પોતાનો ગચ્છછોડી પરગચ્છમાં ધર્મનો મહિમા સાંભળવા જનાર, સૂત્ર સિદ્ધાંતના રહસ્યને નહિ ગ્રહણ કરનાર, પુન્ય તથા ભાવ રહિત પતાસાને લઈ ઘરે જનાર, જીવ અજીવ કાંઈ જાણે નહિ, પુન્ય પાપ કાંઈ જાણે નહિ, પદ્રવ્ય, પકાય, ગતાગતિનું જ્ઞાન નહિ, તેમજ સિદ્ધાંતની વાત કાને સાંભળે નહિ, નિશ્ચય વ્યવહાર ન નિક્ષેપાના જ્ઞાનરહિતગાડરીયા પ્રવાહ માફક ચાલનાર, બોરનું બીટ જાણે નહિ, સૂત્ર સિદ્ધાંત સાંભળે નહિ, પતાસાને માટે ઉપાશ્રય ભટકનાર, કેસરના ટીલા ટપકા બહુ કરનાર, હૃદયમાં કોમલતા ધારણ નહિ કરનાર, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્યનું ઉદારતાથી ભક્ષણ કરનાર,સાધારણ દ્રવ્યને શિરા સમાન ગણનાર, ગુરુદ્રવ્યને ગોળ માનનાર, દેવદ્રવ્યને ખાય તે દેવલોક જાય આવી રીતેનો પડારો કરનાર, અને લોકોમાં બોલનાર કે જૈન શાસનની સેવા આવી રીતે કરો, ડહાપણ કરવા પરના પ્રત્યક્ષ દોષોને ગ્રહણ કરે, લોકો પાસે ધૂર્ત થઈ, ઠગાઈ કરી મીઠા વચન બોલે કે હું સાચું બોલું છું. પ્રતિમાજીની પૂજા કરી તેમની પાસે નાચે, કૂદ, ગીતગાન ગાય અને લાગ આવ્યે પ્રભુના પણ દાગીના હરખથી ઉઠાવી સ્વાહા કરી જાય,કૂડા તોલ-માપા રાખે કૂડી સાક્ષી ભાખે, થાપણ ઉઠાવે, બાર વ્રતમાં એક પણ વ્રત નહિ આવા ઘણા શ્રાવકો નિશ્ચય પાંચમા આરામાં છે. કેટલાક શ્રાવકનું ફક્ત નામ જ ધારણ કરનાર છે, પણ દેવગુરુનું દર્શન તેને ગમતું નથી, મેલા શરીર તથા લુગડાને ધોવા દોડે છે પણ પામેલ ધોવા માટે ધર્મકથા સાંભળવા જતાં તેનું શરીર કંપે છે. કોઈક વાર વ્યાખ્યાન સાંભળવા આવે, પણ ઘસઘસાટ ઊંઘવા
M૩૫૮)
૩૫૮
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416