________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
૧૦ જે સ્ત્રીને પુત્રો ન થતા હોય, તથા નાની વયમાં મરી જતા હોય તે સ્ત્રી, જો આ માલા ગણે તો તેનો મૃતવત્સા દોષ નાશ પામે છે, તેથી ગુણનિષ્પન્ન તેનું નામ પુત્રજીવા પાડેલું છે. અપભ્રંશમાં, પોતાઇવા પણ કહેવાય છે.
૧૧ એ પ્રકારે નૌકારવાળીના ફલો જુદા જુદા પ્રકારે કહેલા છે, પરંતુ તે તો બાહ્ય નિમિત્ત છે, સિવાય અંતરંગની ભાવના વડે જ ફળ મેળવી શકાય છે. જેમ જેમ, ભાવનાની નિર્મલતા, ચિત્તની પ્રસન્નતા, મનની એકાગ્રતા અને વિશિષ્ટ પણે પરમાત્માના ગુણોનું વર્ણન કરવાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે તેમ તેમ અંતરશુદ્ધિથી વિશુદ્ધ ફળની પ્રાપ્તિ થાય છે, ભાવનાની મંદતાએ મંદ ફળ મળે છે.
૧૨ શંખની, પ્રવાલની, રતાંજણિની, સ્ફટિકની, મોતીની સોનાની, રૂદ્રાક્ષની વિગેરે નૌકારવાળીયો શ્રીમતો મેળવી શકે છે, પરંતુ તે બધી નૌકારવાળીયો કરતા સુખડની, પુત્તજીવાની, સુતરની નૌકારવાળીયોનું ફલ વિશેષ કહેલ છે.
૧૩ જેને મોક્ષમાં જવાની ઇચ્છા હોય, તેણે અંગૂઠાના ઉપર નૌકારવાળી રાખી તેની પાસે રહેતી, તર્જની આંગળીથી નૌકારવાળી ગણવાથી મોક્ષને આપે છે.
૧૪ મધ્યમાં આંગુલીથી ગણવાથી દ્રવ્યની પ્રાપ્તિ થાય છે. ૧૫ અનામિકા આંગુલીથી ગણવાથી ઘરમાં શાંતિ થાય છે.
૧૬ કનિષ્ઠિકા-આંગુલીથી ગણવાથી શત્રુઓ આવી તેને પગે લાગે છે.
૧૭ નૌકારવાળીમાં ૧૦૮ મણકા હોવાથી, નૌકારવાળી ગણનાર પંચમેષ્ઠીના ૧૦૮ ગુણોં સ્મરણ કરનાર થઈ શકે છે.
૧૮. દાઝેલી, બળેલી સુખડના કાષ્ટ વિનાની, બીજા કોઈ કાષ્ઠની, હાડકાની, પત્થરની નૌકારવાળીયો ગણવી નહિ. મૂર્ખ માણસો જ આવી નૌકારવાળીયોને ગણે છે, કારણ કે તે નૌકારવાળીયો અલ્પ અને હલકા ફળવાળી કહેલી છે.
૨૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org