________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
( ઉપદેશ એક્સો એક્નો.)
ધર્મનો આશ્રય સુખકારી હિંસા, અસત્ય ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ એ પાંચ, ક્રોધ, માન, માયા, લોભ એ સર્વે પાપના હેતુભૂત છે, તેનાથી જે વિપરીત પણું છે તે ધર્મના હેતુભૂત છે, માટે સુખની ઇચ્છા કરનારાઓએ તે ધર્મના જે હેતુભૂત છે તેને વિષે પ્રયત્ન કરવો.
નિરંતર ભક્તિ તથા બહુમાનવડે કરી, ગુણવૃદ્ધ મહાત્મા સાધુઓની સેવા કરવી તે, સર્વે જીવો ઉપર કરેલા ઉપકારના પ્રત્યુપકારની આશા રાખ્યા સિવાય વિશિષ્ટ ભાવનાથી મૈત્રી કરવી તે, આત્માએ બાહ્ય સંગનો જે આગ્રહ કરેલ છે તે, સંસારજન્ય મોહ સંગાદિકનો પરમાર્થવડે ત્યાગ કરવો, તે જ ધર્મના હેતુભૂત છે.
સાધુસેવાનું ફળ પવિત્ર સાધુઓના દર્શન, નિરંતર કલ્યાણ કુશળતાની પરંપરાને સાધનારો ઉપદેશ તેમને વંદનાદિક કરવા તે, વિનયીપણું આ સર્વ ધર્માગ સાધનાભૂત સાધુસવાનું ફળ છે.
સર્વે જીવોને વિષે મિત્રતાની ભાવના ધારણ કરવાથી નિરંતર શુદ્ધ ભાવ પ્રગટ થાય છે અને શુદ્ધ ભાવરૂપી પાણીથી ધેષ મત્સર રૂપી અગ્નિ શાંત થાય છે.
જે હિંસા છે, તે જૂઠ અજ્ઞાનાદિક દોષોની માતા છે, સમગ્ર ગુણોનો ઘાત કરનારી છે, ઉપશમાદિક ગુણોનો નાશ કરવાવાળી છે, તે હિંસાનો બાહ્યસંગના ત્યાગ કરવાવડે કરી, તૃષ્ણાલૌલુપ્યતાની પરિણતી પણ નાશ પામે છે.
એ ઉક્ત પ્રકારે દુઃખના હેતુભૂત મળવડે કરી રહિત ગુણયુક્ત, તેમજ સ્થિરાશય, સ્થિરાચિત્તવાળા આત્માને જિનેશ્વર મહારાજાએ, આગમોક્ત વિધિવડે કરીને સમ્યફપ્રકારના નિયમની ભાવનાથી ધર્મ કરવાના સાધનભૂત કહેલ છે. આ સંસારનેપ્રિય સંગમાદિક જે છે તે દુઃખનું જ કારણ છે, તેથી M૨૫૫
~
૨૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org