________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ થાય છે.
૧૬ જે માણસ નિર્ગુણી છતાં અભિમાનને ધારણ કરે, પોતાના આત્માની પ્રશંસા કરે, અને ગુણથી ભરેલાની નિંદા કરે છે તે અભિમાની માણસ, વિડંબના પામનાર દુર્ભાગી પુરુષ થાય છે.
૧૭. જે દેવ ગુરૂ ધર્મની ભક્તિમાં રક્ત હોય, કોમલ ભાષણ કરનાર હોય, વિનય, ક્ષમામાં તત્પર હોય, સર્વલોકને પ્રિય કરનાર હોય તે માણસ સુભગ થાય છે,
૧૮. જે માણસ વાંચનારો, ભણનારો, શ્રવણ કરાનારો, બોધ આપનારો, સિદ્ધાંત અને ગુરુની ભક્તિ કરનાર હોય તે બુદ્ધિ માન થાય છે.
૧૯. જે માણસ તપઅને જ્ઞાન ગુણોવડે વૃદ્ધિ પામેલને તિરસ્કાર કરે, તેને વાંચવા, ભણવા, શ્રવણ કરવામાં અંતરાય કરે, તે મરીને દુષ્ટ બુદ્ધિવાળો મૂર્ણ થાય છે.
૨૦. જે માણસ પક્ષીઓના બચ્ચાને વિયોગ કરતા નથી, તથા પ્રાણિઓને વિષે દયા કરે છે તેનાં બાળકો મરતા નથી.
૨૧. જે માણસ પોતે દેખેલા અને નહિ દેખેલા પરના છિદ્રોને ખોળે છે, પરના મર્મવચનને બોલે છે, તથા શોભામાન સ્થાન, સુખ, વિગેરેથી ભ્રષ્ટ કરવામાં તત્પર રહે છે તે અનાર્ય માણસ મરીને જન્મથી અંધ થાય છે.
૨૨. જે માણસ નહિ સાંભળ્યા છતાં સાંભળ્યું છે, એમ બોલનાર હોય, ચાડી ખાનાર હોય. લોકોના પાસે ધર્મવિરૂદ્ધ કહેનાર હોય, પરની વાત કરવામાં તત્પર હોય, તથા પારકાના દુર્ગુણો સાંભળનાર હોય તે મરીને બહેરો મૂંગો થાય છે.
૨૩. જે માણસ જીવોને છેદન, ભેદન, અંકન, નાથન વિગેરે પ્રકારથી દુઃખ દેનાર હોય, તે બહુ જ રોગી થાય છે. તેનાથી વિપરીત હોય તે નિરોગી થાય છે.
૩૦૧
૩૦૧
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org