________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
જે માણસ પોતે દૂરદર્શનશક્તિથી ગીધપક્ષીનાપેઠે આચરણ કરે છે તે જ માણસ પરોષદર્શમાં અશક્ત થઈ કેવળ આંધળો બની જાય
વળી આ પ્રાણીઓના શરીર ક્ષણમાં સમર્થ, ક્ષણમાં અસમર્થ, ક્ષણમાં રમ્ય, ક્ષણમાં અરમ્ય, ક્ષણમાં દષ્ટ અને ક્ષણમાં અદષ્ટ થઈ જાય છે.
આવી રીતે ચિંતવના કરનારા મનુષ્યોને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અને તે વૈરાગી જીવો સંસારનો ત્યાગ કરી સુખે કરીને મોક્ષ મેળવવા ભાગ્યશાળી બને છે.
(ઉપદેશ બાંસઠમો)
જીવોનું પરિભ્રમણ મિથ્યાત્વમોહિત જીવો પ્રથમ સૂક્ષ્મનિગોદમાં, અનંતો કાળ દુઃખમાં ગુમાવે છે, ત્યાંથી નીકલી બાદરનિગોદમાં આવે છે, ત્યાં છેદન, ભેદન આદિ અનંતું દુઃખ સહન કરી કાળ નિર્ગમન કરે છે. ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિકને વિષે આવે છે, ત્યાં અસંખ્યકાળ સુધી નાના પ્રકારની પીડાને સહન કરે છે, ત્યાંથી નીકળી અસંખ્યાતાને કાળે પ્રત્યેકવનસ્પતિકાયને વિષે જાય છે, ત્યાં પવનથી કુટાય છે, શસ્ત્રોથી છેડાય છે, કુહાડાથી કપાય છે, વિવિધ પ્રકારના જીવોથી ખવાય છે,અગ્નિથી દહનભાવને પામે છે, ત્યાંથી નીકળી .
પુષ્પને વિષે ઉત્પન્ન થઇ, સંખ્યાતા કાળ સુધી, શીત, વાત, આતપ, સંમર્દ વિગેરેથી દુઃખી થાય છે, ત્યાંથી નીકલી બેઇંદ્રિ, તેઇદ્રિ, ચૌરિદ્રિયમાં જઈ ઘણો કાળ દુ:ખને વિષે નિર્ગમન કરે છે, ત્યાર બાદ. » જલચર, સ્થલચર, ખેચરને વિષે પણ સંખ્યાતા કાળ સુધી સંજ્ઞી અસંજ્ઞીને વિષે ઉત્પન્ન થાય છે.
તેમાં જલચરને વિષે માછલા કાચબાદિક થઈ પરસ્પર ગળીને મરે છે. માછીમારો ગ્રહણ કરે છે. વિવિધ પ્રકારના શસ્ત્રોથી છેદાય ૧૭૭
~
૧૭૭
ભાગ-૮ ફેમો-૧ ૩ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org