________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
તેના કરતાં પ દેવકુરુ અને ૫ ઉત્તરકુરુ આ દસ ક્ષેત્રમાં ઉપરલા તમામ કરતા અનંતગુણાં મધુર હોય છે.
તે તમામ યુગલિયાઓ, વિચિત્ર પ્રકારના મહેલો, ધવલ ગૃહાદિક આકારવાળા, કલ્પવૃક્ષોમાં રહે છે, બેસે છે, ઊઠે છે, સુવે છે. તે કલ્પવૃક્ષો સદા ફળ ફૂલ પત્રોવડે યુક્ત દસ પ્રકારના હોય છે.
દસ પ્રકારના સ્પવૃક્ષો ૧. મતંગ નામે કલ્પવૃક્ષ બલી, વીર્ય, કાન્તિના હેતુભૂત સ્વભાવ, પરિણત, સરસ, સુગંધ, મનોહર, નાના પ્રકારના મદિરાપૂર્ણ ફલે કરી શોભિત શોભાયમાન હોય છે, તેથી કરીને યુગલીયાઓને સર્વાગે આલ્હાદકારી મદ્યપાન સંભવે છે.
૨. ભિવંગા નામે કલ્પવૃક્ષ, વિસ્રસા પરિણતિ, મણિ, કનકમય, વિચિત્ર, સ્થાલ, કચોલાદિક ભાજને કરી પરિપૂર્ણ હોય છે.
૩. તુડીયંગા નામે કલ્પવૃક્ષ, તત,વિતત, ઘન, શુશિરભેદભિન્ન વાજીંત્રથી પરિપૂર્ણ હોય છે.
૪. જોઇસિયા નામે કલ્પવૃક્ષ, ઘણા પ્રકારના રત્નોવડે પરિપૂર્ણ હોય છે.
૫. દિવસિહા નામે કલ્પવૃક્ષ, મણિ કનકમય,દીવીયોએ, ઉદ્યોત કરતા, વિશ્વસા પરિણત, તેજોમંડલવડે પરિપૂર્ણ હોય છે.
૬. ચિત્રાંગ નામે કલ્પવૃક્ષ વિચિત્ર, સરસ, સુરભિ, પંચવર્ણ ફૂલોથી પરિપૂર્ણ હોય છે.
૭. ચિત્રરસા નામે કલ્પવૃક્ષ, કલમ, શાલી, દાલી, પકવાન્ન વ્યંજનાદિકથી અત્યંત માધુર્ય સ્વાદુતા ગુણોપેત વિચિત્ર ભોજ્ય વસ્તુથી પરિપૂર્ણ હોય છે.
૮. મણિયંગા નામે કલ્પવૃક્ષ વિશ્વસા પરિણત, મણિ, સુવર્ણમય, કેયૂર, નુપુર, હારાદિકથી પરિપૂર્ણ હોય છે. ૯. ગેહાકારા કલ્પવૃક્ષ, વિશ્વસા પરિણત, પ્રાકાર, નીસરણી, (૧૫ર
»
૧૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org