________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
આ પાંચ પ્રકારના સ્વાધ્યાયે કરી તપની પૂર્તિ થાય છે. તે વિષે આલોચના ગ્રંથમાં કહ્યું છે કે એકાસણું ભંગ થાય તો પાંચસો નવકારગણવા, નીવીનો ભંગ થાય તો છસો ને સડસઠ નવકાર ગણવા, આયંબિલનો ભંગ થથા તો એક હજાર નવકાર ગણવા અને ઉપવાસનો ભંગ થાય તો બે હજાર નવકાર ગણવા, ચોવિહારનો ભંગ થાય તો એક ઉપવાસ કરવો. હંમેશા એકસો નવકાર ગણવાથી વર્ષે છત્રીશ હજાર નવકારનો સ્વાધ્યાય થાય છે, હંમેશા બસો નવકાર ગણવાથી વર્ષે બોંતેર હજાર નવકારનો અને હંમેશા ત્રણસો નવકાર ગણવાથી એક વર્ષે એક લાખ અને આઠ હજાર નવકારનો સ્વાધ્યાય થાય છે. આવીરીતના સ્વાધ્યાય તપને જિનેશ્વરે સર્વોત્તમ એટલે સર્વ તપમાં ઉત્તમ તપ કહેલ છે, મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે – ... बारस विहंमि वितवे, सब्भिंतर बाहिरे कुसल दिढे ।
नवि अत्थि नविअ होहि, सज्झाय समतवो कम्मं ॥१॥
ભાવાર્થ : સર્વજ્ઞ ભગવાને કહેલા અભ્યતંર અને બાહ્ય એવા બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવુંતપ કર્મ કોઈ છે નહિ, થશે પણ નહિ. मण वयण काय गुत्तो, नाणा वरणं च खवइ अणु समयं । सज्झाये वÉतो, खणे खणे जाइ वैरग्गं ॥२॥
ભાવાર્થ : સ્વાધ્યાયમાં વર્તતો માણસ મન, વચન, કાયાની ગુણિએ કરીને પ્રતિસમયે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે, તેને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. इग दु ति मासखवणं, संवच्छरमविअणसिउ हुज्जा । सज्झयझाणरहिओ, एगो वासफलं पि न लभेज्जा ॥३॥ | ભાવાર્થ : એક માસ, બે માસ કે ત્રણ માસક્ષમણ કરે અથવા એક વર્ષ સુધી અનશન ઉપવાસ કરે, પણ જો સ્વાધ્યાય ધ્યાન રહિત હોયતો એક ઉપવાસનું ફળ પણ મેળવતો નથી.
૯૭
ભાગ-૮ ફમાં -૮ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org