________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
અહીં કોઈ શંકા કરે કે ઉપર બતાવેલા પ્રકારોમાં દેવદત્તવિગેરે દેશાંતર ગએલા દેખાતા નથી એમ કહ્યું, તેઓ જો કે આપણને અદશ્ય છે, તો પણ તેઓ જે દેશમાં ગયા છે તે દેશના લોકોને તો તેઓ પ્રત્યક્ષ છે, તેથી તેઓની સત્તા હોવાપણું માનવામાં મને વાંધો નથી, પણ જીવાદિત તો કોઈપણ કદાપિ દેખી શકાતા નથી, તો તે જીવાદિક છે એમ શી રીતે માની શકાય ? આનો જવાબ એ છે કે જેમ પરદેશ ગયેલા દેવદત્તાદિક, કેટલાકને પ્રત્યક્ષ હોવાથી તેમનું હોવાપણું માની શકાય છે, અથવા પરમાણુઓ નિરંતર અપ્રત્યક્ષ છે, તો પણ તેના (પરમાણુના) કાર્યથી, તેની સત્તા (હોવાપણું) સિદ્ધ થાય છે, તેમ જીવાદિક પણ તેના કાર્યથી અનુમાનવડે સિદ્ધ થાય છે.
(ઉપદેશ બેંતાળીસમો.)
સંસાર અસાર આ સંસાર અસાર છે, શરીર રોગ અને શોકનું ભોજન છે, વિષયો વિષ સરખા દુઃખ દેનારા છે, ભોગો સર્પની ફણા સરખા છે, જીવન પાણીના બિંદુ સરખું સ્થિરતા વિનાનું છે, જે વસ્તુ એક ક્ષણ પહેલા સુખ આપનારી દેખાતી હોય તે વસ્તુ બીજા ક્ષણે બહુ જ દુખ આપનારથઈ પડે છે, તાત્વિક દૃષ્ટિએ તપાસ કરતાં, આ સંસારમાં કોઈ પણ કાયમ નથી, ફક્ત ત્રણ તત્વ જ દિવ-ગુરુ-ધર્મ) કાયમ છે, કુટુંબ અને દ્રવ્યાદિક, પાશબંધ નથી. આ સંસારરૂપ બંદીખાનામાં વિદ્વાનો પણ આળશથી બંધાય છે, જેઓ આ વિષય આવર્તવાળા ભવસમુદ્રમાં વહન થયા નથી, તેવા પુરુષો કાળી ચિત્રાવલીની પેઠે દેખાવા વિરલા જ છે.
આ સંસારસમુદ્રના તરંગો સરખો ચંચળ છે, તેની અંદર વિષયરૂપી પાણીની ભમરીઓમાં ફસાઈ પડતાં પામર જનો ડુબી મરે છે. આ સાત અંગવાળું રાજય સાતે નરક સરખું છે, અને ચતુરંગી સૈન્ય, દુર્ગતિના દુખપ ચાર ગતિના કારણરૂપ છે, સ્વર્ગાતિમા જતા
૧૩૦
૧30
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org