________________
३७
બરાબર ખબર રાખવા માટે એક સારો પ્રભાવશાળી મંત્રી નીમવાનો તેણે વિચાર કર્યો. એક વખત રાજ્યલક્ષ્મીએ સ્વપ્નદર્શન દઈ તેને નીચે મુજબ કહ્યું કે પહેલાં-પ્રાગ્ધાટ (પોરવાડ) વંશમાં મહાપ્રતાપશાળી ચંડપ થયો હતો. તેનો પુત્ર ચંડપ્રસાદ ઘણો કીર્તિમાન થયો. તેનો પુત્ર સોમ થયો તે જિન સિવાય બીજા ભગવાન અને સિદ્ધરાજ સિવાય બીજા માલિકને કબૂલ કરતો ન હતો. તેની પત્ની સીતાના પેટે તેને અશ્વરાજ નામે પુત્ર થયો. અશ્વરાજની બુદ્ધિના ગુર્જરરાજાએ ઘણાં વખાણ કર્યો હતાં. તેણે પોતાની માતાને પાલખીમાં બેસાડીને ગિરનાર અને શત્રુંજયની સાત વખત યાત્રા કરી હતી. તેણે ઘણાં તળાવો અને કૂવાઓ ખોદાવ્યા. ઘણી પરબો બેસાડી અને મંદિરો બંધાવ્યાં. કુમારદેવી સાથે તેનાં લગ્ન થયાં અને તેમને મલ્લદેવ, વસ્તુપાલ અને તેજપાલ નામે ત્રણ પુત્રો થયા. દેવીએ વસ્તુપાલ અને તેજપાલને પ્રધાન નીમવા એમ વીરધવલને કહ્યું.
વીરધવલે આ બે ભાઈઓને બોલાવવા માટે પોતાના મુખ્ય અધિકારીઓને મોકલ્યા. તેઓ રાજાની હજુરમાં આવ્યા અને રાજાને નજરાણું ધરી રાજાને નમસ્કાર કર્યા. તેઓની સુંદર રીતભાત, વિનય, બોલવાની છટાથી ખુશ થઈ રાજાએ તેમને પોતાનું મંત્રીપદ સ્વીકારવા કહ્યું, ત્યારે વસ્તુપાલે રાજાને સ્પષ્ટ કહ્યું કે રાજાઓ ધનના લોભી હોય છે અને તેથી તેમના અધિકારીઓ પણ તેવા જ થાય છે અને પોતાની મરજીમાં આવે તેમ સ્વચ્છંદે વર્તે છે. જો તમે ન્યાયથી વર્તવા, લોભ છોડી દેવા, ચાડીયા અને નિંદાખોર માણસોને કાઢી મૂકવા અને શાંત સ્વભાવ રાખવા કબૂલ કરતા હો તો મંત્રી પદ હું લઈશ, એમ વસ્તુપાલે જણાવ્યું. પછી રાજાએ બન્ને ભાઈઓને મંત્રીપદની સુવર્ણમુદ્રા આપી.
આ મંત્રીઓ નીમાયાથી વીરધવલના રાજ્યનો ઘણો ઉદય થયો. લાટ દેશના રાજાના તાબે ખંભાત બંદર હતું તે વીરધવલે બળથી કબજે કર્યું હતું. ખંભાત ગુજરાતનું સમૃદ્ધિવાન મોટું બંદર હતું, અને સત્તા અને સમૃદ્ધિનું મોટું ઉપયોગી મથક હતું. વીરધવલે વસ્તુપાળને ખંભાતનો સુબો નીમ્યો. વસ્તુપાલે ખંભાતમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના રહેવાસીઓ અને વ્યાપારીઓએ તેને ઘણો વધાવી લીધો. હલકા મનના ખરાબ અધિકારીઓએ ખંભાતમાં ઘણી ગેરવ્યવસ્થા કરેલી તે વસ્તુપાલના વખતમાં દૂર થઈ અને ખંભાતની ગુમાવેલી જાહોજલાલી ફરીથી ઉદય પામી. તેણે દરેક ધર્મવાળાઓને અન્ન, વસ્ત્રોના દાનથી સન્માન આપ્યું અને તેથી દરેકને મંત્રી પોતપોતાના ધર્મનો રાગી છે એમ લાગતું. કાવ્યસાહિત્યનો તે ઘણો શોખીન હતો અને કવિઓને તેણે એટલું બધું ધન આપ્યું કે મુંજ અને ભોજના લાંબા સમયની કીર્તિ પણ તેના મ્હોં આગળ ઝાંખી પડવા માંડી. જે વખતે વીરધવલ લૂણસાક રાજા સાથે મારવાડના રાજાઓ યુદ્ધ કરતા હતા તે યુદ્ધમાં રોકાયેલો હતો તે વખતે ભરૂચના રાજા શંખે પોતાના રાજ્યના તાબાનું અને પોતે ગુમાવેલું ખંભાત બંદર પાછું મેળવવા મોટા લશ્કર સાથે ખંભાત તરફ કૂચ કરી. શંખે નીચે મુજબ સંદેશો પોતાના દૂતો સાથે વસ્તુપાલને
bsnta-t.pm5 3rd proof