________________
સદ્ગતિ વસ્તુપાલને આપી અને તેને સ્વર્ગમાં લઈ ગયો, ત્યાં સર્વ ઇન્દ્રોએ વસ્તુપાલનું ઘણું સન્માન કર્યું.'
ગુજરાતના ઇતિહાસ માટે મળતી સામગ્રી :-આ કાવ્યમાંથી ગુજરાતના ઇતિહાસ સંબંધી નીચલી હકીકત મળી આવે છે. બ્રહ્માએ આપેલા સંધ્યા યુલિકામાંથી હાથમાં ખુલ્લી તરવારવાળો એક વીર સ્વયંભૂ ઉત્પન્ન થયો. તે ચૌલુક્ય કહેવાયો અને તેણે દૈત્યોનો નાશ કરી પૃથ્વી ઉપર રાજય કર્યું. તેના વંશમાં મૂળરાજ નામે રાજા થયો. શ્રી સોમેશ્વરની તે દર સોમવારે યાત્રા કરતો તેથી પ્રસન્ન થઈ સોમેશ્વરે તેને અનેક લડાઈમાં મદદ કરી હતી :દુશમનોનાં માથાં પોતાની ક્રૂર તરવારથી કાપી નાખનાર ચામુંડરાજ તેની પછી ગાદીએ આવ્યો. તેનો પુત્ર વલ્લભરાજ “જગતઝંપન' નામે પ્રખ્યાત થયો હતો. ભીમે ભોજ ઉપર મેળવેલી જીતનો આ કાવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયસિંહદેવે ધારાનગરીના રાજાને તાબે કર્યો અને તેને કાષ્ઠના પાંજરામાં પુરીને પોતાની રાજધાનીમાં લાવ્યો. તેણે ઉજ્જયન જીત્યું અને ત્યાંથી યોગિનીઓની પીઠિકા લાવ્યો, અને બાબરા ભૂતને તાબે કર્યો. તેણે શત્રુંજય પર્વતના મંદિરો માટે બાર ગામોનું દાન કર્યુંર કુમારપાળે કેદાર અને સોમેશ્વરના મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેણે બીજાં ઘણાં મંદિરો બંધાવ્યાં અને નાવારસ મરી જાય તેની મિલક્ત રાજ્યમાં જપ્ત કરવાનો ધારો રદ કર્યો. તેણે બલ્લાલ દેશ જીત્યો અને જાંગલ અને કોંકણના રાજાઓ ઉપર જીત મેળવી. તેના પછી અજયપાલ ગાદીએ આવ્યો અને જાંગલના રાજાએ તેને નજરાણું આપ્યું હતું. મૂળરાજ બીજો જો કે ઉંમરમાં બાળક હતો છતાં તેણે બ્લેચ્છ રાજાને નમાવ્યો. તેના પછી ભીમદેવ બીજો ગુજરાતની ગાદીએ આવ્યો. તે ઘણો દાની વિષયી અને નબળા મનનો હતો.
બીજો ભીમદેવ પોતાની નબળાઈથી રાજ્ય ઉપર કાબૂ રાખી શક્યો નહી અને તેના ખંડીયા માંડલિક રાજાઓએ દેશમાં સ્વતંત્ર સતા જમાવી. ચૌલુક્યવંશના ધવલ રાજાનો પુત્ર અર્ણોરાજ ભીમદેવના પક્ષમાં રહ્યો અને માંડલિક રાજાઓને હરાવી રાજયનું રક્ષણ કર્યું. તેનો પુત્ર લાવણ્યપ્રસાદ યુદ્ધનો રસિયો હતો અને ઉત્તર, પૂર્વ ને દક્ષિણ દેશના રાજાઓ તેનાથી ધ્રુજતા. તેના પુત્ર વિરધવલે ખંડિયા માંડલિક રાજાઓની સત્તા ઉખેડી નાખી અને પોતાના પિતા લાવણ્યપ્રસાદની સાથે રાજ્યનો કારભાર ચલાવતો. પોતાના રાજ્યની
૧. વસ્તુપાલના ધાર્મિક કાર્યો માટે સુકૃતસંકીર્તન સર્ગ, ૭, ૮, ૯, ૧૦ સરખાવો. કીર્તિકૌમુદી
અને સુકૃતસંકીર્તન બન્ને વસ્તુપાલની હયાતિમાં લખાયેલા હોવાથી તેમાંથી એકમાં, આ
પાછળની જણાવેલી હકીકત મળતી નથી. ૨. સરખાવો–શત્રુ મહાતીર્થે પૂનાથ યો નિશિતઃ | देवदाये कृतिश्रेष्ठो ग्रामद्वादशकं ददौ ।।
જિનહર્ષસૂરિના વસ્તુપાલચરિત્રનો પ્રથમ સર્ગનો શ્લોક ૮૪.
bsnta-t.pm5 3rd proof