________________
३५ અને અષ્ટપ્રકારે પ્રભુની પૂજા કરી. અને ચીનાઈ રેશમી કાપડની મોટી ધ્વજા મંદિર પર ચઢાવી.
શ્રીઆદીશ્વર પ્રભુની મૂર્તિ સન્મુખ નૃત્યપ્રયોગ કરવામાં આવ્યો અને પછી શ્રીસંઘ ત્યાંથી પ્રભાસપાટણ તરફ વળ્યો. ત્યાં વસ્તુપાલે સોમેશ્વરની પૂજા કરી, પ્રિયમેલ તીર્થમાં સ્નાન કર્યું અને બ્રાહ્મણોને પોતાના વજન જેટલા (તુલાપુરુષ) સુવર્ણ અને રત્નોનું દાન કર્યું. ત્યાંથી સંઘ ગિરનાર પર્વત તરફ ગયો. ગિરનાર તળેટીમાં આવેલું તેજપાલે સ્થાપેલું તેજપાલપુર નામનું શહેર અને તેજપાલે ખોદાવરાવેલું કુમારસર નામનું સરોવર વસ્તુપાલે જોયું. અને આદિનાથની પૂજા કરી. અને અંબિકાઆલોકન અને શાંબ નામની ટુંકોનાં પણ દર્શન કર્યા. ત્યાંથી સંઘ ધોળકા પાછો ફર્યો. અહીં રાજા વિરધવલ પોતાના લશ્કર સાથે સંઘને લેવા આવ્યો. વિરધવલ વસ્તુપાલને ભેટ્યો અને યાત્રા સંબંધી હકીકત અને કુશલ વર્તમાન પૂક્યા, સંઘે બાદશાહી ઠાઠથી શુભ દિવસે શહેરમાં પ્રવેશ કર્યો. વસ્તુપાલે યાત્રાળુઓને જમાડી તેમનું સન્માન કર્યું અને પોતાના સ્નેહીઓ, બ્રાહ્મણો, યતિઓ અને ધર્મ ગુરુઓને વસ્ત્રોનું દાન દઈ સર્વનું સન્માન કર્યું.' - ચૌદમા સર્ગમાં કવિ આપણને જણાવે છે કે વસ્તુપાલે દરેક નગર શહેર ગામ અને પર્વત ઉપર બંધાવેલી ધરમશાળાઓ, દેરાસરો, ઉપાશ્રયો, બ્રાહ્મણો માટે રહેવાનાં સ્થળો અને સરોવરોની સંખ્યા એટલી મોટી છે કે તેની ગણતરી કરવાનો પ્રયત્ન વૃથા છે. એક સમયે ધર્મરાજાની દૂતી જરા વૃદ્ધાવસ્થાઓ આવી વસ્તુપાલને કહ્યું કે સ્વર્ગમાં તમારી કીર્તિનાં ગુણગાન સાંભળીને ધર્મરાજાની પુત્રી સદ્ગતિ તમને મળવાને ઘણી આતુર થઈ છે અને તેના માતપિતાએ તેનું તમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. સદ્ગતિના વિચારોમાં વિચરતા વસ્તુપાલને એક સમયે તાવ આવ્યો અને ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રાએ સદ્ગતિને વરવા માટે જવાનો નિશ્ચય કર્યો. ધર્મરાજાના આયુર્બધ (આયુષ્યની દોરી) નામના સેવકે વસ્તુપાલનો આ નિશ્ચય ધર્મરાજાને જણાવ્યો. તે સાંભળી ધર્મરાજ ખુશી થયા અને વસ્તુપાલના સગતિ સાથે વરવાનું મુહૂર્ત સમય નક્કી કરી પોતાના સુબોધ નામના દૂતને રવાના કર્યો. સુબોધે આવી વસ્તુપાલને કહ્યું કે તમને ધર્મરાજા સદ્ગતિને વરવા માટે સંવત્ ૧૨૯૬ના મહાસુદ પંચમીને સોમવારે શ્રી શત્રુંજય ઉપર બોલાવે છે. વસ્તુપાલે પોતાના પુત્ર જૈત્રસિંહ, પત્ની લલિતાદેવી અને ભાઈ તેજપાલને પોતાની પાસે બોલાવ્યા અને તેમને યોગ્ય સૂચનાઓ અને શિખામણ આપી. રાજા વીરધવલને મળીને વસ્તુપાલ શત્રુંજય જવા નીકળ્યા. ત્યાં પહોંચી ડુંગર ઉપર ચઢ્યા. લગ્નના દિવસે શ્રી આદિનાથનું ચૈત્ય ખૂબ શણગારવામાં આવ્યું હતું. ત્યાં શ્રી આદિનાથની સન્મુખ ધર્મે પોતાની પુત્રી
૧. જુઓ-કીર્તિકૌમુદી સર્ગ ૯ અને સુકૃત સંકીર્તન સર્ગ ૭, ૮, ૯, ૧૦.
bsnta-t.pm5 3rd proof