________________
સંવત-૧૨૯૬. માઘ સુદી પાંચમને રવિવાર. વસ્તુપાલનું મૃત્યુ. સંવત-૧૨૯૬. તેજપાલ મહાઅમાત્યના પદ ઉપર. સંવત-૧૨૯૬. વીરમદેવનું રાજ્ય તપે છે. સંવત-૧૨૯૭. આબુપર્વત ઉપર તેજપાલે બે દેવકુલિકાઓ બંધાવી. સંવત-૧૨૯૮. ભરૂચ ઉપર લૂણસિંહની સુબાગીરી. સંવત-૧૩૦૩. તેજપાલ રાજધાનીમાં મહાઅમાત્ય. સંવત-૧૩૦૪. (?) તેજપાલનું અવસાન. સંવત-૧૩૧૨-૧૩૧૩. નાગડનો મહાઅમાત્ય તરીકેનો વહેલામાં વહેલો ઉલ્લેખ.
શંખની સાથે થયેલા યુદ્ધની તારીખ નક્કી કરી શકાતી નથી પણ મારા મત પ્રમાણે વસ્તુપાલના પુત્ર જયન્તસિંહને સંવત ૧૨૭૯માં ખંભાતનો સૂબો નીમ્યો તે પહેલાં તે યુદ્ધ થયેલું હોવું જોઈએ.
વસ્તુપાલનું પૂર્વ વૃત્તાંત –વસ્તુપાલનો જન્મ પાટણના એક મોટા ખાનદાન કુટુંબમાં થયો હતો. ગુજરાતના રાજાઓના હાથનીચે રાજાના સલાહકાર તરીકેના હોદાઓ તેના વડવાઓએ ભોગવ્યા હતા. તેના બાપના દાદા ચંડપને મંત્રીમંડળના સૂર્ય જેવો અને અત્યંત તેજસ્વી પ્રતિભાવાળા મહાનપુરુષ તરીકે તેનું વર્ણન કરેલું છે. તેનો પુત્ર ચંડપ્રસાદ મંત્રીપદની મુદ્રા સિવાય હોય તેવું કોઈ વખત બન્યું જ ન હતું. તેને બે પુત્ર હતા. સૂર અને સોમ. સોમ સિદ્ધરાજના રત્નભંડારનો રક્ષક હતો. તેનો પુત્ર અશ્વરાજ ગણ રાજ્યમાં મોટા હોદ્દા પર હતો અને તેના ઉપર ચૌલુક્યરાજાઓની મહેરબાની હતી.દંડપતિનો મોટો હોદ્દો
१. प्राग्वाटगोत्रतिलकः किल कश्चिदत्र श्रीचण्डपः स्फुटमखण्डपदप्रतिष्ठः ।। विस्फूर्जितान्यधित गूर्जरराजधानीराजीवजीवनरविः सचिवावतंसः ।।
[નરનારીયેળાનદ્ સ ૨૬ રસ્તો-રૂ] मन्त्रिमण्डलमार्तण्डश्चण्डपः प्रथमः पुमान् ।
[ત્તિમુવી સ રૂ રસ્તો-૪ પૂ.] २. कदाचिदपि न त्यक्तः पाणिपद्मगृहीतया । गेहिन्येव वदान्योऽयं नृपव्यापारमुद्रया ॥
[ત્તિમુદ્રી સ રૂ સ્નો-૧] ३. निदधे गुणरत्नानां यत्र कोशः स्वयम्भुवा । तत्र श्रीसिद्धराजोऽपि रत्नकोशं न्यवीविशत् ।।
[fકૌમુવી. સ. રૂ. સ્નો-૨૪] ४. पुस्फूर्ज गूर्जरधराधवसिद्धराजराजत्सभाजनसभाजनभाजनस्य । दुर्मन्त्रिमन्त्रितदवानलविह्वलायां श्रीखण्डमण्डननिभा भुवि यस्य कीर्तिः ॥
[નરનારાયUIનદ્ સ ૨૬ સ્તો-૨૫]
bsnta-t.pm5 3rd proof