________________
વિ.સં. ૧૨૯૬ માઘ સુદી ૫ રવિવારનો ઉલ્લેખ છે. જ્યારે જૈન બૃહત્ સાહિત્યનો ઇતિહાસ ભા.૬ ગુજરાતી આવૃત્તિ પૃ. ૪0૬ ઉપર વસ્તુપાલનું મરણ માઘ કૃષ્ણપંચમી સં. ૧૨૯૬ સોમવારે શત્રુંજયમાં થયું એ પ્રમાણે ઉલ્લેખ છે. જ્યારે રાજશેખરસૂરિકૃત પ્રબંધકોશમાં વસ્તુપાલપ્રબંધમાં વિ. સં. ૧૨૯૮નો ઉલ્લેખ છે. પ્રસ્તુત વસંતવિલાસકાવ્યમાં સર્ગ ૧૪૩૭માં વસ્તુપાલનું મરણ વિ.સં. ૧૨૯૬માં થયું એવો ઉલ્લેખ છે અને તે સંગત જણાય છે પરંતુ તિથિ અને વાર અંગેનો યથોચિત નિર્ણય ઇતિહાસપ્રેમી વર્ગ કરે એવી ભાવના વ્યક્ત કરું છું. ઉપકારસ્મરણ :
પ્રસ્તુત ગ્રંથ અંગેનું સઘળું શ્રેયઃ પૂર્વનાં પ્રકાશક અને સંપાદકના ફાળે જાય છે. સંશોધકપ્રેમી, ઇતિહાસપ્રેમી એ સર્વે વિદ્વાનોએ પ્રાચીન હસ્તપ્રત ઉપરથી વસ્તુપાલ સંબંધિત આ ઐતિહાસિક વસંતવિલાસમહાકાવ્ય પ્રકાશિત કર્યું તો આજે આપણને આવા શ્રેષ્ઠ મહાપુરુષોનો ઇતિહાસને જાણવા-માણવા મળે છે તેથી આવી શ્રેષ્ઠ કૃતિઓનાં સંશોધકસંપાદકર્તાઓનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું.
આ ગ્રંથના નવીનસંસ્કરણને પ્રકાશિત કરવા માટે પ્રેરણા કરનાર પૂ.પંન્યાસશ્રી વજસેનવિજયજી મહારાજ તથા કેટલુંક જરૂરી માર્ગદર્શન આપનાર પૂ.આચાર્યભગવંત શ્રીશીલચંદ્રસૂરિમહારાજ તથા આ ગ્રંથના નવીનસંસ્કરણને પ્રકાશિત કરવા માટે આર્થિક સહયોગની પ્રેરણા કરનાર તપસ્વી મુનિરાજ શ્રીપ્રશમપૂર્ણવિજયજીમહારાજ આ ત્રણે પૂજ્યોનું આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે સ્મરણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેમ જ મારી સંયમસાધના અને શ્રતસાધનામાં સહાયક બનનાર સૌ કોઈનું કૃતજ્ઞભાવે સ્મરણ કરી કૃતાર્થતા વ્યક્ત કરું છું.
પ્રાંત અંતરની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે પૂર્વે થઈ ગયેલા આવા ઉત્તમ મહાપુરુષોના ચરિત્રોના વાંચન દ્વારા તેમનામાં રહેલાં ગુણોથી ભાવિત બની ઉત્તમકક્ષાના ગુણોને જીવનમાં આત્મસાત કરીને તત્ત્વત્રયી અને રત્નત્રયીને આરાધીને અસંગદશાને પામીને ક્ષપકશ્રેણિ માંડીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને સર્વકર્મનો ક્ષય કરીને સાદિ અનતંકાળ સુધી આત્મસ્વરૂપમાં રમમાણ બનીએ એ જ શુભકામના....!!
शिवमस्तु सर्वजगतः એફ-૨, જેઠાભાઈ પાર્ક,
– સાધ્વી ચંદનબાલાશ્રી નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭. અષાઢ વદ-૧૪, વિ.સં. ૨૦૬૬, સોમવાર, તા. ૯-૮-૨૦૧૦.
bsnta-t.pm5 3rd proof