________________
સંપાદકીય
આ વસંતવિલાસ મહાકાવ્યમાં પ્રસિદ્ધ અમાત્ય વસ્તુપાલના જીવનચરિત્રનું વર્ણન છે. વસ્તુપાલને તેના કવિમિત્રોએ આપેલ બીજું નામ વસંતપાલ હતું. આ એક ઐતિહાસિક કાવ્ય છે તેમાં ૧૪ સર્ગો અને કુલ મળીને ૧૦૨૧ શ્લોકો છે. તેનું પરિમાણ ૧૫૧૬ શ્લોકપ્રમાણ છે. પ્રત્યેક સર્ગના અંતે કવિએ વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહની પ્રશંસામાં એક વૃત્ત રચ્યું છે. જૈત્રસિંહની વિનંતિથી કવિએ આ કાવ્યની રચના કરી છે.
વસ્તુપાલના સમકાલીન કવિ બાલચંદ્રસૂરિ દ્વારા આ કાવ્ય રચાયેલું હોવાથી તેમાં વર્ણવાયેલી ઘટનાઓની સચ્ચાઈમાં સંદેહ કરવા માટે બહુ જ ઓછો અવકાશ છે. ગુજરાતના ઇતિહાસ ઉપર આ કાવ્યમાંથી નીચે જણાવેલાં તથ્યોની જાણકારી મળે છે : (૧) બ્રહ્માના અંજલિજલમાંથી ચૌલુક્યવંશની ઉત્પત્તિ તથા મૂલરાજથી ભીમ બીજા સુધીના
રાજાઓનું વર્ણન, આમાં જયસિંહ, કુમારપાલ અને ભીમ બીજાના વિશે અપેક્ષાકૃત વિસ્તારથી વર્ણન છે. (૨) વાઘેલાશાખાના અર્ણોરાજ, તેના પુત્ર લવણપ્રસાદ તથા તેના પુત્ર વિરધવલનું વર્ણન
કરીને કઈ પરિસ્થિતિઓમાં વસ્તુપાલ-તેજપાલની મંત્રીપદ ઉપર નિયુક્તિ થઈ તેનું
વર્ણન છે.૪ (૩) વસ્તુપાલના પ્રાગ્વાટવંશનું વર્ણન તથા પૂર્વજ ચંડપ, ચંડપ્રસાદ, સોમના વર્ણન પછી
સોમના પુત્ર અશ્વરાજ (વસ્તુપાલના પિતા) અને તેની પત્ની કુમારદેવીનું વર્ણન છે.
તેમનાથી મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ એ ત્રણ પુત્રો થયા. (૪) વસ્તુપાલની મંત્રીપદ ઉપર નિયુક્તિને કારણે વિરધવલના રાજયની દિનપ્રતિદિન
ઉન્નતિ થવી. વિરધવલે લાટ દેશ ઉપર આક્રમણ કરીને અને ખંભાત છીનવી લઈને ત્યાં ૧. સંપાદકીય આ લખાણમાં “જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૬' ગુજરાતી આવૃત્તિ અને
મહામાત્ય વસ્તુપાલકા સાહિત્યમંડલ' હિંદી આવૃત્તિમાંથી કેટલુંક લખાણ સાભાર ઉદ્ભત
કરીને લીધેલ છે. ૨. સર્ગ-૧૭૫ ૩. આ વર્ણનને કાર્તિકૌમુદી અને સુકૃતસંકીર્તન સાથે આપણે મેળવી શકીએ. ૪. આ વર્ણન કીર્તિકૌમુદીમાં વર્ણવાયેલ કથાનું અનુકરણ જણાય છે.