Book Title: Vachnamrut Rahasya Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust View full book textPage 7
________________ વિડીયો પ્રવચનો જોતાં તથા તેઓશ્રીની આત્મરસ ઝરતી વાણી શ્રવણ કરતાં એવી પ્રતીતિ થાય છે કે, “કહાન તારી બંસીમાં ડોલે નરનાર !” આખી સભાને આવી આત્મરસ ઝરતી વાણી હિલોળે ચડાવતી હોય તેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. - નાયરોબીમાં થયેલાં પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ પૂજ્ય બહેનશ્રીની મુક્તકંઠે પ્રશંસા કરી છે તથા પૂજ્ય બહેનશ્રીની અંતરંગ દશા બાબત પણ અનેક વખત ઉલ્લેખ કરેલ છે. પૂજ્ય બહેનશ્રીની અનુભૂતિ બાબત તથા તેઓશ્રીના જાતિસ્મરણજ્ઞાન બાબત અત્યંત પ્રમોદ વ્યક્ત કર્યો છે. એવા પૂજ્ય બહેનશ્રીના વચનામૃત ઉપરના આ પ્રવચનો પ્રકાશિત કરતાં અત્યંત આનંદની લાગણી થાય છે. - પૂજ્ય બહેનશ્રીના વચનામૃત એ મુમુક્ષુજીવ માટે ખરેખર અમૃત તુલ્ય જ છે. જે વચનરૂપી અમૃતને પીવાથી મુમુક્ષુજીવ અમર થઈ જાય છે એટલે કે જન્મ-મરણથી મુક્ત થઈ સાદિ અનંતકાળ માટે સમાધિ સુખમાં બિરાજમાન થાય છે. મુમુક્ષુ જીવને મોક્ષમાર્ગ પર્યત પહોંચવા સુધીનું માર્ગદર્શન અત્યંત સાદી ભાષામાં પરંતુ ઘણું ઊંડાણથી આવેલ છે. - પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રત્યેક પ્રવચનો વિડીયોમાં ઉપલબ્ધ નથી પરંતુ ઑડિયો સી.ડી. માંથી આ પ્રવચનોને ઑડિયો કેસેટમાં રૂપાંતર કરી અક્ષરશઃ લખી લેવામાં આવે છે. ત્યારબાદ સંપાદન કરતી વખતે પ્રત્યેક પ્રવચનોને સાંભળીને સંપાદન કરવામાં આવે છે. પૂર્ણરૂપે જ્યારે પ્રવચન તૈયાર થઈ જાય છે ત્યારે ફરી એકવાર અન્ય મુમુક્ષુ દ્વારા તેને કેસેટ સાથે મેળવી લેવામાં આવે છે. જેથી કોઈ ક્ષતિ રહી જવા ન પામે. આ પુસ્તકના પ્રવચનોને ઝડપથી લખી આપવા બદલ શ્રી કનુભાઈ લક્ષ્મીચંદ શાહ, અમદાવાદનો આભાર માનવામાં આવે છે. તથા અન્ય મુમુક્ષુઓ દ્વારા જે સહકાર પ્રાપ્ત થયેલ છે તેમનો પણ અત્રે આભાર માનવામાં આવે છે. આ પુસ્તકના પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનું અન્યત્ર સાભાર વિવરણ આપવામાં આવેલ છે. પ્રવચનોના પ્રકાશન કાર્યમાં પ્રમાદવશ કે અજાગૃતિવશ કોઈ ક્ષતિ રહીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 268