Book Title: Updesh Prasad Part 04 Author(s): Vishalsensuri Publisher: Virat Prakashan Mandir View full book textPage 7
________________ ૐ હો અહં નમઃ કાંઈક પ્રાસ્તાવિકો પરમ ઉપકારી તીર્થંકર પરમાત્માએ વિશ્વના એકાંતહિતને માટે જે કલ્યાણકારી વાણી ફરમાવી, તે અનેક પાત્રોમાં ઝીલાઈ આજે પણ કલ્યાણમાર્ગને પ્રશસ્ત કરી રહી છે. ઉપદેશ વિના-બોધ વિના અંધારું છે. મુખ્યતાએ બોધ આપવાના અધિકારી ગીતાર્થ ગુરુ મહારાજો છે. ઉપદેશ આપવાની કળામાં સાધુઓ નૈપુણ્ય અને જ્ઞાન મેળવે એ ઉદ્દેશથી વ્યાખ્યાનલેખનના કુશળ આલેખનકાર આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયલક્ષ્મસૂરીશ્વરજી મહારાજાએ ઉપદેશપ્રાસાદ એટલે ઉપદેશનો મહેલ નામનો આ મહાગ્રંથ વરસ દિવસના વ્યાખ્યાનોની ગોઠવણપૂર્વક રચ્યો છે, આ ગ્રંથને મહેલની ઉપમા લઈ યથાર્થ નામાભિધાન અર્પે છે. આ મૂળગ્રંથ સરળ સંસ્કૃતમાં છે. તેમાં વિપુલ સાહિત્યનું સંકલન અને ઘણું બધું તત્ત્વ ભર્યું છે. પોતાના ગુરુભાઈ શ્રી પ્રેમવિજયજીની પ્રેરણાથી તેમણે આ ગ્રંથ રચી ઘણો ઉપકાર કર્યો છે, કેમકે વર્તમાનમાં પણ ઘણા સાધુ-મુનિરાજો આદિ આ ગ્રંથના આધારે વ્યાખ્યાન વાંચવાની શરૂઆત કરી શક્યા છે. ઘણી જરૂરી હોઈ આ પાંચમી નવી આવૃત્તિ છપાવાઈ. પ્રસ્તુત ગ્રંથની આ પાંચમી આવૃત્તિ જ આ ગ્રંથની લોકપ્રિયતાનું પ્રતિક છે. | મુખ્ય ગ્રંથ પણ ખંડમાં વહેંચાયેલા છે. પ્રથમ ખંડમાં સમ્યક્ત્વનું સ્વરૂપ, બીજા ખંડમાં દેશવિરતિ-શ્રાવકધર્મનું સ્વરૂપ અને ત્રીજા ખંડમાં સર્વવિરતિ-મુનિધર્મનું સ્વરૂપ વર્ણવેલું છે, આ ત્રણે ખંડને પાંચ ભાગમાં વહેંચી ગુજરાતી ભાષાંતર રૂપે જૈનધર્મ પ્રસારક સભાએ વર્ષો પહેલા છપાવેલ, જે આજે દુપ્રાપ્ય છે. ભાષાનું સૌષ્ઠવ ને વિષયનું સરલ-વિશિષ્ટ નિરૂપણ થાય, કથાઓને થોડી મઠારવામાં આવે તો ગ્રંથ વધારે ઉપકારક થાય એ ઉદેશથી આ પાંચે ભાગો અમે નવેસરથી લખ્યા છે, આમાં વધારે કાંઈ કહેવાપણું રહેતું નથી. કારણ કે ગ્રંથ પોતે જ પોતાની વાત કહેશે. શ્રાવક માત્રના ઘરમાં આ પાંચે ભાગ હોવા જરૂરી છે. એક આખા વરસનો આમાં નિત્ય નવો સ્વાધ્યાય છે, ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વિષયો-તેનું નિરૂપણ અને તે પર ૩૬૦ જ્ઞાનબોધવર્ધક આકર્ષક કથાઓ છે, જે ઘણો બોધ આપશે ને ઉપકાર કરશે. ૧૦ વર્ષ પૂર્વે છપાયેલા આ પાંચ ભાગોની ઘણા વખતથી ઘણી માંગણી હતી, સ્થાનકવાસી-તેરાપંથી ઘણાં સાધુ-સાધ્વીજીની પણ માંગ હતી. સાચા અર્થમાં આ ગ્રંથો સાચા ગ્રાહકનાં હાથમાં પહોંચે તેવા ગૌરભર્યા આશયથી આ ગ્રંથોનું પડતર ભાવે વેચાણ રાખેલ છે. લિ. શ્રી મહાવીરસ્વામી જન્મકલ્યાણક દિવસ આ. વિશાલસેનસૂરિ (શ્રી વિરાટ) પાલીતાણાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 338